Navratri 2025 : સુરતના ફાયર વિભાગે ગરબા આયોજકોને 30 એડવાઈઝરી સાથેની આપી નોટિસ, કહ્યું 'NOC લેવી ફરજિયાત'

Sep 16, 2025 - 16:30
Navratri 2025 : સુરતના ફાયર વિભાગે ગરબા આયોજકોને 30 એડવાઈઝરી સાથેની આપી નોટિસ, કહ્યું 'NOC લેવી ફરજિયાત'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી શરૂ થશે, ત્યારે હાલમાં રાજ્યના તમામ શહેરોમાં આયોજકોએ ગરબા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, મોટી જનમેદની ઉમટી પડે તે પહેલાં ઉભા થનારા મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે સુરત પાલિકાના ફાયર વિભાગે આગ-અકસ્માતની ઘટનાઓ નિવારવા આયોજકોને 30 જેટલી એડવાઈઝરીની નોટિસ આપી છે. જેમાં નવરાત્રિ મંડપો માટે આ નિયમો ફરજિયાત કરાયા છે અને વાયરિંગ પ્રમાણિત ઈજનેર પાસે ચેક કરાવવું પડશે.

ઈલેક્ટ્રિક વાયરિંગ પ્રમાણિત ઈજનેરની ચકાસણી સાથે જ કરાવવું

મંડપ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉન જેવા જોખમી સ્થળોથી દૂર રાખવો. આયોજન સ્થળ મુખ્ય માર્ગથી 45 મીટરથી વધારે દૂર રાખવો નહીં. ઈલેક્ટ્રિક સબ સ્ટેશન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઈન કે રેલવે લાઈનથી 15 મીટર દૂર રાખવાનો રહેશે. સ્ટ્રક્ચર કે મંડપની અંદર સ્ટોલ કે સ્ટેજ નીચે જવલનશીલ પદાર્થો રાખવા નહીં. પ્રવેશદ્વારની ઉંચાઈ અને પહોળાઈ 5 મીટર હોવી જોઈએ. ફરજિયાત બે “EMERGENCY EXIT” તથા ઈમરજન્સી લાઈટિંગ/સાઈનેજ ગોઠવવા. આયોજન સ્થળે ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવો નહીં. દરેક 100 ચો.મી. અંતરે ABC તથા CO2 ફાયર એસ્ટિંગ્યુઝર ફરજિયાત મુકવા. ઈલેક્ટ્રિક વાયરિંગ પ્રમાણિત ઈજનેરની ચકાસણી સાથે જ કરાવવું.

સ્થળ ઉપર ફરજિયાત સ્વયંસેવકો 24 કલાક હાજર રાખવા

LPG સિલિન્ડર, ફટાકડા, રસોઈના સાધનો, ખુલ્લી જ્યોતનો સંપૂર્ણ પ્રતિબંધ છે. ઈલેક્ટ્રિક વાયરિંગ પ્રમાણિત ઈજનેરની ચકાસણી સાથે જ કરાવવું. સ્થળ ઉપર ફરજિયાત સ્વયંસેવકો 24 કલાક હાજર રાખવા. દરેક 200 મીટરે 200 લીટરનું પાણી ભરેલું ડ્રમ , ABCD જે બોક્સ બનાવવામાં આવશે તેમાં કોઈ પણ પ્રકારનું જોડાણ હશે નહીં અને ત્યાં પણ ફાયરના બાટલા મુકવામાં આવશે તે સાથે અમારા આયોજકના સ્વયંસેવકો, બાઉન્સરો તમામને ફાયરના સાધનોની માહિતી હોવી જોઈએ. આવા તમામ નિયમો રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ લખીને નોટરી કરાવી ફાયર વિભાગની એનઓસી લેવી પડશે અને જો સૂચનાઓનું પાલન ન થાય અને આગ અકસ્માત બને તો તેની સંપૂર્ણ જવાબદારી મંડપ સંચાલકો, આયોજકોની રહેશે, તેમ પણ ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે. ખેલૈયાઓને નહીં રહે પાર્કિગની સમસ્યા

આ બાબતે નવરાત્રિ આયોજકે જણાવ્યું કે સુરત મહાનગર ફાયર વિભાગ દ્વારા જે પણ SOP બહાર પાડવામાં આવી છે તે બરોબર છે. ખેલૈયાઓની સલામતી માટે આ SOP પાલિકાના ફાયર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. જેનું અમે પાલન કરી જ સર્ટિફિકેટ મેળવ્યું છે અને જો કોઈ આગની ઘટના બને તો જવાબદારી અમારી જ રહેશે, કારણ કે અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને ખેલૈયાઓ ધ્યાન ના રાખીએ તો તે બરોબર નથી. જે પ્રમાણે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તે જ પ્રમાણે નવરાત્રિના ડોમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તથા ખાસ કરીને નવરાત્રિમાં ખેલૈયાઓને પાર્કિંગની સમસ્યાઓ ખૂબ જ હોય છે, જે માટે આયોજકો દ્વારા ખાસ કરીને એક આખું ખુલ્લું મેદાન જ ખેલૈયોના પાર્કિંગ માટે ફાળવી દેવામાં આવ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0