Navapura : અક્કલકુવામાં શાંતિ સમિતિની બેઠક : પોલીસે ગુમ 18 ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવાપુર : નંદુરબાર જિલ્લાના અક્કલકુવા શહેરમાં આગામી ગણેશોત્સવ અને અન્ય તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અક્કલકુવાના મામલતદાર કચેરીના સભાગૃહમાં નંદુરબાર જિલ્લાની મહિલા પોલીસવડા અશ્વિની સાનપના અધ્યક્ષસ્થાને આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અક્કલકુવાના ધારાસભ્ય આમશ્યા પાડવી, સબડિવિઝન પોલીસ અધિકારી સુભાષ ભોયે, મામલતદાર વિનાયક ઘુમરે, અક્કલકુવા પોલીસ મથકના પી.આઈ.અર્જુન પટલે, સરપંચ ઉષાબેન બોરા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગણેશ મંડળોના હોદ્દેદારો સાથે સામાજિક, રાજકીય અગ્રણી, વેપારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે વિવિધ કેસમાં 3 લાખની કિંમતના 18 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને આ બેઠકમાં તેમના મૂળ માલિકોને પરત કર્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

