Narmada:સાતપુડા પર્વતમાળાના આદિવાસી વિસ્તારમાં ચૌવરી અમાસની ઉજવણી

Aug 24, 2025 - 03:00
Narmada:સાતપુડા પર્વતમાળાના આદિવાસી વિસ્તારમાં ચૌવરી અમાસની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જીલ્લામાં સાતપુડા પર્વતમાળાના ડુંગરમાં અને આદિવાસી વિસ્તારમાં શ્રાવણ વદ અમાસને ચૌવરી અમાસ તરીકે ઉજવણી કરીને ખેતીના કામમાં આવતાં બળદોની પૂજા અર્ચના કરીને મનાવવામાં આવી હતી.

સાતપુડા પર્વતમાળાના ડુંગરમાં અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો રહે છે. ખેતીકામ આજે પણ એકવીસમી સદીમાં આ યંત્રયુગ બળદોથી ખેતી કરે છે. આદિવાસીના ખેતરો ખાસ કરીને ડુંગરોમાં હોય છે. આદિવાસીઓના ખેતરો સમથળ જમીનમાં હોય છે તો પણ તેઓ બળદો રાખે છે. આ બળદો ખેતીકામમાં હળ, લાકડું ખેતરમાં ફેરવવાના કામમાં આવે છે. બળદો ખેતરમાંથી પાકો લાવવામાં અને એ.ટુ.ઝેડ. કામમાં બળદો આવે છે. આ બળદો આદિવાસીની ખેતીકામમાં વિવિધ પાકો માટે ઘણાં જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે આદિવાસી ચૌવરી અમાસ એટલે બળદોનો દિવસ એવું આદિવાસીઓ કહે છે. આ દિવસે આદિવાસી બળદોને નહડાવી ધોવડાવીને બળદના શિંગડાં રંગબેરંગી રંગોથી રંગે છે. બળદના શિંગડાં ઉપર રંગબેરંગી ફૂમતા લગાવે છે. બળદનું આખું શરીર રંગબેરંગી રંગોથી રંગી નાંખે છે. બળદો ઉપર શણગાર કરે છે. બળદોના અછોડા રંગે છે. બળદોના ગળે મોટા મોટા ઘુઘરા બાંધે છે. આવા શણગારેલા બળદોનું ઘરની આદિવાસી મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરાય છે. કંકુ ચોખાથી ચાંલ્લો કરે છે. બળદોની ઘીના દીવાથી આરતી ઉતારે છે. બળદોને ગોળો નાખેલ રોટલા ખવડાવે છે. બળદોને ગોળો ખવડાવે છે. આ શણગારેલા બળદોને હનુમાનજી મંદિરે દર્શન કરવા લઈ જવાય છે. ગામોમાં બળદો એકત્ર કરાય છે. બળદોને દોડવાની હરિફઈ યોજાય છે. ચૌવરી અમાસના દિવસે આદિવાસી ખેડૂતો બળદોને આરામ આપે છે. બળદોને ખેતીકામમાંથી મુક્તિ અપાય છે. આ રીતે ખેતીકામમાં બળદ હરહંમેશ આવતો હોવાથી બળદનું મહત્વ બતાવતી ચૌવરી અમાસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0