Narmadaના ઇતિહાસમાં પ્રથમવાર MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની SOGએ કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર MD એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં નર્મદા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવીને પોલીસે જિલ્લામાં ડ્રગ્સના દૂષણને ફેલાતું અટકાવ્યું છે. નર્મદા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો રાજપીપળાના જીન કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા સિકોતર માતાના મંદિર પાસે ડ્રગ્સની હેરાફેરી કરવાના છે.
જિન કમ્પાઉન્ડ સિકોતર માતા મંદિર પાસેથી બે શખ્સો પકડાયા
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી 7 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત આશરે રૂ.70,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી એક સ્કૂટર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,32,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ફિરોજ ઘોરી અને અફતાબહુસેન સોલંકી તરીકે થઈ છે. આ બંને આરોપીઓ રાજપીપળાના જ રહેવાસી છે.
પોલીસે 70 હજારના MD ડ્રગ્સ સહિત 1.32 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ ધરપકડથી એ સ્પષ્ટ થાય છે કે ડ્રગ્સનો કાળો કારોબાર હવે નાના શહેરો અને જિલ્લાઓ સુધી પણ ફેલાઈ રહ્યો છે. નર્મદા એસઓજી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેઓ કોને વેચવાના હતા. આ સફળ ઓપરેશનથી પોલીસે યુવા પેઢીને બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
What's Your Reaction?






