Narmada:દેડિયાપાડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં વિકાસ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં તા.7 મી ઓક્ટોબરથી ગામે ગામ ભ્રમણ કરી રહેલો વિકાસ રથ દેડિયાપાડા તાલુકા મથકે આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.સાંસદ મનસુખભાઈ વસાવાએ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આદિવાસી સમાજના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી IAS અને IPS બની સમાજનું ગૌરવ વધારશે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયુહ હતું. જિ.પં. સભ્ય હિતેશભાઈ વસાવા, મામલતદાર એસ.વી. વિરોલા, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની, સરપંચ વર્ષાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






