Narmada:જૂનારાજ ગામે નાવડી મારફ્તે પહોંચી પોલિયો રસીકરણ કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો મુક્ત ભારતના ધ્યેયને સાકાર કરવા માટે એડવાન્સ પોલિયો રસિકરણ અભિયાન સક્રિય રીતે અમલમાં મૂકાયું છે. જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી અને જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકની આગેવાનીમાં આરોગ્ય ટીમો રોજે રોજ એવા ઉંડાણના વિસ્તારોમાં જઈ રહી છે, જ્યાં પહોંચવું પણ એક પડકાર સમાન છે.
નાંદોદ તાલુકાના જૂનારાજ ગામમાં એડવાન્સ પોલિયો રસિકરણ અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓની ટીમે એક અનોખો પ્રયત્ન કર્યો હતો. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વસેલા આ ગામ સુધી ટીમ નાવડી મારફ્તે પહોંચી હતી. નાવડીમાં રસિકરણ કીટ, કોલ્ડ બોક્સ અને હિંમત સાથે ટીમે ગામના દરેક ફળિયા-ખૂણામાં જઈને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોનો ડોઝ આપ્યો હતો.
What's Your Reaction?






