Narmada:જિલ્લાના ચકચારી RTE દાખલા કૌભાંડનો સૂત્રધાર દર્પણ પટેલ હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા જિલ્લામાં RTEમાં પ્રવેશ માટે આવકના બોગસ દાખલા બાબતે છેલ્લા ઘણા સમયથી મુખ્ય આરોપી દર્પણ પટેલ પોલીસ પકડથી દૂર હતો. અને તેણે આગોતરા જામીન લેવા અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ તેની સામે બે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આખરે તે પોલીસે સામે શરણાગતિ સ્વીકારી હતી. જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
એક મહિના પહેલા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ભદામ તલાટી અને બાદમાં ચિત્રાવાડીના તલાટીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ખોટા દાખલા કઢાવનાર વાલીઓ અને દાખલા કાઢનાર મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદો નોંધાઈ હતી. રાજપીપળા પોલીસે મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલની શોધખોળ કરતા એક કેસના આગોતરા જામીન હાઇકોર્ટમાંથી લઈને રાજપીપળા પોલીસ મથકે હાજર થયો હતો. ત્યારે પોલીસે બીજા ચિત્રાવાડી તલાટીએ કરેલ કેસમાં દર્પણ પટેલની ધરપકડ કરી તેને રાજપીપળા કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 40 દિવસ ભૂગર્ભમાં રહેનાર દર્પણ પટેલ વિરુદ્ધ એક બાદ એક. એમ બે ફરિયાદ નોંધાઈ છે. સાથે મહિલાઓના જીવીત પતિને મૃત બતાવી તેમની સહાય લેતા હોવાની હકીકતો બહાર આવી હતી. જે બાબતે તપાસ હાથ ધરાઇ છે.
What's Your Reaction?






