Narmada:3 શ્રમજીવીઓના મોતના મામલે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એકતાનગર નજીક નર્મદા ઘાટ ઉપર દિવાલ બનાવવાની કામગીરી વખતે ભેખડ ધસી પડતા દબાઈ જવાથી (1) રોહીદાસ રણછોડભાઇ તડવી ઉંમર વર્ષ 45 (2) દિલીપ ભાણાભાઇ તડવી ઉંમર વર્ષ 40 અને (3) શૈલેષ કનુભાઇ તડવીના મોત થયા હતા. તમામ મૃતક અક્તેશ્વર ગામના રહેવાસી હતા આ ઘટનાને લઈને ગઈકાલે સાંજે જ ગ્રામજનોએ ભારે વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
ગ્રામજનોની માંગ હતી કે ઘાટનું કામ કરનાર કોન્ટ્રાક્ટર કંપની સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવે ત્યાર બાદ જ મૃતદેહ લઈ જઈશું. આ કેસમાં કોન્ટ્રાક્ટર સામે પોલીસે ફરીયાદ નોંધાતા મૃતદેહોને મોડી રાત્રે ગરૂડેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા.મૃતકોના પરિવારને આર્થિક સહાય મળે તેમજ વારસદારોને નોકરી મળે તે માટે ગ્રાજમનો દ્વારા અને પરિવારજનો દ્વારા માગ કરાઇ હતી જે અંતર્ગત કોન્ટ્રાક્ટર કંપની દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 50 લાખ (ત્રણ પરિવારને દોઢ લાખ રૂપિયા)ની જાહેરાત કરાઇ હતી તેમ જ મૃતકના વારસદાર (પુખ્તવયના)ને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નોકરી આપવાની પણ જાહેરાત કરાઇ હતી.
સેફ્ટીના વગર જ કામગીરી ચાલતી હતી
નર્મદા ઘાટના નવીનીકરણ કામગીરી દરમિયાન ભેખડ ઢસડી પરતા ત્રણના મોત બાબતે મા ઇન્ફ્રા એજન્સી તથા કોન્ટ્રાકટર શૈલેષ પટેલ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ ગોરા ઘાટ તરફ જવાના રસ્તાની બંને બાજુ સાઈડની સુરક્ષા દિવાલ બનાવવાનું કામકાજ કરતા હતા તે દરમિયાન કામ કરતાં મજૂરો રાખી તેઓને કોઈ પણ જાતિ સેફ્ટીના સાધનો પહેરા વગર મજૂરો પાસે કામ કરાવતા હતા. દરમિયાન ઊંચી ભેખડ ધસી પડતા માટીમાં દટાઈ જતા 3 જણના મોત થયેલ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

