Narmada: કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક થતા 4 દરવાજા

કરજણ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક 50 હજાર ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું નર્મદાના કરજણ ડેમમાંથી પાણી છોડાયુ છે. જેમાં કરજણ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયુ છે. તેમજ કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક થતા 50 હજાર ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું છે. નદી કાંઠાના 9થી વધુ ગામોને સાવચેત કરાયા છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં સવારના 10 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ તિલકવાડામાં પડ્યો છે. જેમાં ભારે વરસાદથી જનજીવન પર ગંભીર અસર જોવા મળી છે. આજે વહેલી સવારથી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારે 10 વાગ્યા સુધીમાં તિલકવાડામાં 3.6 ઈંચ, નાંદોદમાં 3.5 ઇંચ, ડેડિયાપાડામાં 1.90 ઈંચ, ગુરુડેશ્વરમાં 1.70 ઈંચ અને સગરબારામાં 1.57 ઇંચ વરસાદ પડ્યો છે.  જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લામાં સગરબારામાં 6.70 ઈંચ, ડેડિયાપાડામાં 4.2 ઈંચ, તિલકવાડામાં 3.6 ઈંચ, નાંદોદમાં 3.5 ઇંચ અને ગુરુડેશ્વરમાં 1.7 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ નર્મદાના કરજણ ડેમના 4 ગેટ ખોલી નદીમાં પાણી છોડાયુ છે. નર્મદા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે, ત્યારે નર્મદા અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે.

Narmada: કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક થતા 4 દરવાજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કરજણ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું
  • કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક
  • 50 હજાર ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું

નર્મદાના કરજણ ડેમમાંથી પાણી છોડાયુ છે. જેમાં કરજણ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયુ છે. તેમજ કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક થતા 50 હજાર ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું છે. નદી કાંઠાના 9થી વધુ ગામોને સાવચેત કરાયા છે.

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં સવારના 10 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ તિલકવાડામાં પડ્યો છે. જેમાં ભારે વરસાદથી જનજીવન પર ગંભીર અસર જોવા મળી છે. આજે વહેલી સવારથી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારે 10 વાગ્યા સુધીમાં તિલકવાડામાં 3.6 ઈંચ, નાંદોદમાં 3.5 ઇંચ, ડેડિયાપાડામાં 1.90 ઈંચ, ગુરુડેશ્વરમાં 1.70 ઈંચ અને સગરબારામાં 1.57 ઇંચ વરસાદ પડ્યો છે.

 જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લામાં સગરબારામાં 6.70 ઈંચ, ડેડિયાપાડામાં 4.2 ઈંચ, તિલકવાડામાં 3.6 ઈંચ, નાંદોદમાં 3.5 ઇંચ અને ગુરુડેશ્વરમાં 1.7 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ નર્મદાના કરજણ ડેમના 4 ગેટ ખોલી નદીમાં પાણી છોડાયુ છે. નર્મદા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે, ત્યારે નર્મદા અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે.