Narmada News : દિલ્હી છોડીને કેવડિયા કેમ પહોંચ્યું નેશનલ ફિલ્મ એવોર્ડ્સ? 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બનશે આ અનોખી ઘટના!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ખાતે આજે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. વર્ષ 1954માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સ્થાપના થયા બાદ છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર આ પ્રતિષ્ઠિત સમારોહ દેશની રાજધાની દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. આજે સાંજે 4:00 વાગ્યે કેવડિયા ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે અને પોતાના હસ્તે વિજેતાઓને સન્માનિત કરશે.
બોલિવૂડ અને સાઉથના સુપરસ્ટાર્સનો જમાવડો, 92 પુરસ્કારો એનાયત થશે
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારતીય સિનેમાના દ્રશ્ય-શ્રાવ્ય જગતના દિગ્ગજ કલાકારો કેવડિયા પહોંચી ચૂક્યા છે. જેમાં સાઉથના સુપરસ્ટાર મામૂટી, ધનુષ, સીનિયર એક્ટર અનંત નાગ, રણદીપ હુડા અને સંજય મિશ્રા સહિત અનેક નામાંકિત કલાકારોનો સમાવેશ થાય છે. આ ભવ્ય સમારોહ દરમિયાન ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિત કુલ 92 જેટલા શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કારો વિવિધ ક્ષેત્રના ઉત્કૃષ્ટ પ્રદાન માટે એનાયત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય તૈયારીઓ, 1000 મહાનુભાવો થશે સામેલ
આ વિશાળ અને ભવ્ય કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ખાસ મોટો વાતાનુકૂલિત ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 1000થી વધુ વિશિષ્ટ મહાનુભાવો અને દેશ-વિદેશથી આવેલા અતિથિઓ સરળતાથી બેસી શકે તેવી સ્પેન્ડિડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વિસ્તારને રોશની અને ચુસ્ત સુરક્ષાથી સજ્જ કરવામાં આવ્યો છે. સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ પુરસ્કાર સમારોહને લઈને નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશના સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabadમાં રોગચાળાનો કાળો કેર, સોલા સિવિલમાં OPD 1100ને પાર, દવાઓની માંગમાં થયો 15થી 20%નો ઉછાળો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

