Narmada: MLA ચૈતર વસાવાની અટકાયત સમયે સમર્થકો પોલીસની ગાડીની આગળ સૂઈ ગયા

Jul 5, 2025 - 17:30
Narmada: MLA ચૈતર વસાવાની અટકાયત સમયે સમર્થકો પોલીસની ગાડીની આગળ સૂઈ ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લામાં બે પાર્ટીના નેતાઓ બાખડ્યા હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું. બે પાર્ટીઓના નેતાઓ વચ્ચે બબાલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે નર્મદામાં MLA ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. ભાજપ નેતા સાથે ઘર્ષણને લઈ અટકાયત થઈ છે. ચૈતર વસાવાના સમર્થકોનો હોબાળો કર્યો છે.

MLA ચૈતર વસાવાની અટકાયત 

MLA ચૈતર વસાવાની અટકાયત સમયે પોલીસની જીપને સમર્થકોએ આડા ઉતરીને રોકી હતી. પોલીસ ચૈતર વસાવાને રાજપીપળા લઈ રવાના થઈ હતી. મોટી સંખ્યામાં સમર્થકો પોલીસ સ્ટેશનમાં આવી ગાડીની આગળ સૂઈ ગયા હતા.

બે પાર્ટીના નેતાઓ બાખડ્યા

નર્મદા જિલ્લામાં આજે તાલુકા સંકલનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વરસાદને લઈને ઉદભવેલ સમમસ્યા મામલે પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આપના ધારાસભ્ય અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. નાગરિકોની ફરિયાદને લઈને શરૂ થયેલ ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં પરિણમી અને મામલો એટલો વધ્યો કે વાત મારામારી સુધી પહોંચી. આપના ધારાસભ્યએ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને મારમાર્યો હોવાનું કથિત સૂત્રોએ જણાવ્યું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0