Narmada: પોલીસને ચૈતર વસાવાની ધમકી, કહ્યું રોકતા નહીં જોવા જેવી થશે
રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ સમગ્ર જગ્યાએ રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે. ત્યારે હવે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને AAPના ધારાસભ્ય જિલ્લા કલેકટર કચેરીમાં ઘૂસ્યા હતા અને પોલીસે ચૈતર વસાવાને રોકતા ઘર્ષણ થયું હતું.પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવે ખુલ્લી ધમકી આપી પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવે ખુલ્લી ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમને રોકતા નહીં બાકી જોવા જેવી થઈ જશે. ચૈતર વસાવાએ પોલીસને કહ્યું કે ‘તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો’. ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે. ત્યારે આ ઘર્ષણના મામલાની જાણકારી મળતા જ જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાને લઈને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.રાજ્યમાં 32000 શિક્ષકોની જગ્યાઓ ખાલી: ચૈતર વસાવા અગાઉ શિક્ષક દિનના કાર્યક્રમમાં શિક્ષણ વિભાગની પણ પોલ ધારાસભ્ય ચૈતર વસાવાએ ખોલી હતી. ધારાસભ્યએ ભાજપના નેતાઓ જિલ્લાના પ્રમુખ અને શિક્ષણ વિભાગના અધિકારીની રૂબરૂમાં જ શિક્ષણ વિભાગની પોલ ખોલી હતી. વસાવાએ કહ્યું હતું કે નર્મદા જિલ્લામાં 92 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને આજની સ્થિતિએ આદીવાસી વિસ્તારોના 14 જિલ્લાઓમાં 853 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ગુજરાતમાં 1657 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને રાજ્યમાં 32000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે સરકારે આ મામલે ગંભીરતાથી તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. થોડા દિવસ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામસામે જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામસામે જોવા મળ્યા હતા. સંકલન સમિતિની બેઠકમાં બે નેતાઓ સામસામે જોવા મળ્યા હતા અને ચૈતર વસાવાના મકાનનો મુદ્દો ફરી ઉઠ્યો હતો. ભરુચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ચૈતર વસાવાએ જંગલની જમીન પર ઘર બનાવ્યું હોવાનો દાવો મનસુખ વસાવાએ કર્યો હતો અને ચૈતર વસાવાએ આ આરોપ ફગાવ્યા હતા. પોતાના ઘરની માપણી માટે મનસુખ વસાવાને આમંત્રણ પણ આપ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ સમગ્ર જગ્યાએ રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે. ત્યારે હવે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને AAPના ધારાસભ્ય જિલ્લા કલેકટર કચેરીમાં ઘૂસ્યા હતા અને પોલીસે ચૈતર વસાવાને રોકતા ઘર્ષણ થયું હતું.
પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવે ખુલ્લી ધમકી આપી
પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવે ખુલ્લી ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમને રોકતા નહીં બાકી જોવા જેવી થઈ જશે. ચૈતર વસાવાએ પોલીસને કહ્યું કે ‘તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો’. ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે. ત્યારે આ ઘર્ષણના મામલાની જાણકારી મળતા જ જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાને લઈને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
રાજ્યમાં 32000 શિક્ષકોની જગ્યાઓ ખાલી: ચૈતર વસાવા
અગાઉ શિક્ષક દિનના કાર્યક્રમમાં શિક્ષણ વિભાગની પણ પોલ ધારાસભ્ય ચૈતર વસાવાએ ખોલી હતી. ધારાસભ્યએ ભાજપના નેતાઓ જિલ્લાના પ્રમુખ અને શિક્ષણ વિભાગના અધિકારીની રૂબરૂમાં જ શિક્ષણ વિભાગની પોલ ખોલી હતી. વસાવાએ કહ્યું હતું કે નર્મદા જિલ્લામાં 92 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને આજની સ્થિતિએ આદીવાસી વિસ્તારોના 14 જિલ્લાઓમાં 853 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ગુજરાતમાં 1657 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને રાજ્યમાં 32000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે સરકારે આ મામલે ગંભીરતાથી તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ.
થોડા દિવસ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામસામે જોવા મળ્યા હતા
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામસામે જોવા મળ્યા હતા. સંકલન સમિતિની બેઠકમાં બે નેતાઓ સામસામે જોવા મળ્યા હતા અને ચૈતર વસાવાના મકાનનો મુદ્દો ફરી ઉઠ્યો હતો. ભરુચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ચૈતર વસાવાએ જંગલની જમીન પર ઘર બનાવ્યું હોવાનો દાવો મનસુખ વસાવાએ કર્યો હતો અને ચૈતર વસાવાએ આ આરોપ ફગાવ્યા હતા. પોતાના ઘરની માપણી માટે મનસુખ વસાવાને આમંત્રણ પણ આપ્યું હતું.