Narmada: ડેડીયાપાડામાં છાત્રાલય થયું ધરાશાયી, લાઈવ વીડિયો આવ્યો સામે

નર્મદામાં ડેડીયાપાડામાં છાત્રાલય ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ડેડીયાપાડામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી થયું છે. તમને જણાવી દઈએ કે અતિ જર્જરિત છાત્રાલય ધરાશાયી થયું છે અને બિલ્ડીંગ ધરાશાયી થવાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.ડેડીયાપાડાનું આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી ડેડીયાપાડામાં બપોરે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા, તે દરમિયાન બિલ્ડીંગ ધરાશાયી થયું છે. જો કે સદનસીબે છાત્રાલયમાં બાળકો ના હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. ત્યારે ઘટનાની જાણકારી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી હતી અને તપાસ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાને જાણકારી મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા જો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે કોઈ જાનહાની થઈ નથી, છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકોને અન્ય હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્દઘટના ટળી હતી. આ સાથે જ ધારાસભ્યએ સંચાલકોનો આભાર માન્યો હતો કે તેમણે સમય સૂચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી. પંચમહાલના હાલોલમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી આજે સવારે પંચમહાલના હાલોલમાં પણ મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક મહિલા કાટમાળ નીચે ફસાઈ ગઈ હતી અને મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. હાલોલના સાથરોટા રોડ પાસે આવેલી શ્રદ્ધા રેસીડેન્સીમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ મકાન 6 મહિના પહેલા જ નવું લીધું હતું અને તે મકાનની દીવાલ જ ધરાશાયી થઈ હતી. જો કે મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જણાવી દઈએ કે મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બનતા જ આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. 

Narmada: ડેડીયાપાડામાં છાત્રાલય થયું ધરાશાયી, લાઈવ વીડિયો આવ્યો સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદામાં ડેડીયાપાડામાં છાત્રાલય ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ડેડીયાપાડામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી થયું છે. તમને જણાવી દઈએ કે અતિ જર્જરિત છાત્રાલય ધરાશાયી થયું છે અને બિલ્ડીંગ ધરાશાયી થવાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

ડેડીયાપાડાનું આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી

ડેડીયાપાડામાં બપોરે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા, તે દરમિયાન બિલ્ડીંગ ધરાશાયી થયું છે. જો કે સદનસીબે છાત્રાલયમાં બાળકો ના હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. ત્યારે ઘટનાની જાણકારી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી હતી અને તપાસ કરી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવાને જાણકારી મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા

જો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે કોઈ જાનહાની થઈ નથી, છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકોને અન્ય હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્દઘટના ટળી હતી. આ સાથે જ ધારાસભ્યએ સંચાલકોનો આભાર માન્યો હતો કે તેમણે સમય સૂચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી.

પંચમહાલના હાલોલમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી

આજે સવારે પંચમહાલના હાલોલમાં પણ મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક મહિલા કાટમાળ નીચે ફસાઈ ગઈ હતી અને મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. હાલોલના સાથરોટા રોડ પાસે આવેલી શ્રદ્ધા રેસીડેન્સીમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ મકાન 6 મહિના પહેલા જ નવું લીધું હતું અને તે મકાનની દીવાલ જ ધરાશાયી થઈ હતી. જો કે મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જણાવી દઈએ કે મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બનતા જ આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.