Nadiadમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોતમાં ખુલાસો, રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલ નથી : SP
ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મોતમાં ખુલાસો થયો છે,જેમાં ગાંધીનગરના FSL રિપોર્ટમાં સામે આવ્યું છે કે,મૃતકોએ મિથાઇલ આલ્કોહોલ લીધું નથી તો ગઈકાલે રાત્રે ગાંધીનગર FSL દ્વારા લેવાયા હતા સેમ્પલ અને પીએમ બાદ ત્રણેયના મૃતદેહ પરિવારને સોંપાયા છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવશે તેવું જિલ્લા એસપીનું કહેવું છે. દારુ પીવાથી મોત થયા હોવાનો પરિજનોનો આક્ષેપ આ સમગ્ર કેસમાં શંકાસ્પદ ઝેરી દ્રવ્ય પીવાથી 3 લોકોના મોત થયા છે તેવી વાત જિલ્લા એસપી કરી રહ્યાં છે,તો પોલીસને શંકા છે કે,કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય પ્રવાહી પીવાથી મોત થયું હોઈ શકે છે,મોત કયા કારણોથી થયુ તેને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે,જવાહરનગરમાં 3 વ્યકિતના થયા છે મોત.જીરા સોડાની બોટલમાં કંઈક પીધુ છે જેને લઈ પોલીસે જયાંથી મૃતકોએ સોડા લીધી હતી ત્યાં જઈ ખાલી બોટલોના સેમ્પલ પણ લીધા છે.આ સમગ્ર ઘટનામાં પોલીસને એક પ્રત્યક્ષદર્શી પણ મળ્યો છે તેણે કહ્યું કે,સોડા પીધા બાદ પાંચ મિનિટમાં બેભાન થયા હતા. કનુભાઈ ચૌહાણ તમામ માટે સોડાની બોટલ લાવેલાઃ પોલીસઆ કેસમાં કનુ ચૌહાણ નામનો વ્યકિત સોડાની બોટલ લાવેલો હતો અને કચરાની ટોપલીમાંથી સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે,રવિન્દ્રભાઇ રાઠોડે પણ આ જીરા સોડા પીધી હતી અને તેમણે અન્ય વ્યક્તિઓનો પણ આ સોડા આપી હતી સાથે-સાથે તમામને પાંચેક મિનિટમાં અસર થઇ હતી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં રવિન્દ્રભાઇ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેમનું મોત થયું છે,એક બોટલમાંથી ત્રણ જણે પીધું હતું તેમને ગંભીર અસર થઇ છે,FSL પ્રમાણે લોહી એકદમ ગંઠાઇ ગયું છે તેવુ FSLના રીપોર્ટમાં સામે આવ્યું છે.કઇ દુકાને લીધુ છે તેની તપાસ કરીશુઃ પોલીસ મરનાર યોગેશભાઇ કુશવાહ પાણીપુરીનો ધંધો કરે છે અને પરિવારજનો કહે છે કે દારૂ પીવાની ટેવ હતી,તો અમારી ટીમે ગઇકાલ રાતથી જ તપાસ શરૂ કરી છે સાતે સાથે ઇથાઇલ આલ્કોહોલ 0.1 છે, મિથાઇલ આલ્કોહોલ શૂન્ય છે,આ લોકોએ દારૂ પીધો હતો કે નહીં તેની તપાસ ચાલું છે.આર.કે. સોડા શોપમાં FSL દ્વારા તપાસનો ધમધમાટ કરાયો છે,કોલ્ડ્રિંક્સની દુકાનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ ખેડા જિલ્લા પોલીસ જવાહરનગરમાં ઉતારી દેવાઈ છે,જવાહરનગરની અન્ય દુકાનોમાં પણ તપાસ હાથધરી છે,FSL સાથે સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે. ખેડા પોલીસ દ્વારા રાતભર કરવામાં આવ્યું ચેકિંગ દેશી દારૂનો વેપાર કરતા બુટલેગરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે,જેમા બુટલેગર સહિત અન્યને ઝડપીને પૂછપરછ કરવામાં આવી રહી છે,LCB,SOG,નડિયાદ રુરલ પોલીસની ટીમ કામે લાગી છે.
![Nadiadમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોતમાં ખુલાસો, રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલ નથી : SP](https://epapercdn.sandesh.com/images/2025/02/10/QgZZOPfH4DoxK92RO9PGUYt8wx8wHusFOLmUZEGu.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મોતમાં ખુલાસો થયો છે,જેમાં ગાંધીનગરના FSL રિપોર્ટમાં સામે આવ્યું છે કે,મૃતકોએ મિથાઇલ આલ્કોહોલ લીધું નથી તો ગઈકાલે રાત્રે ગાંધીનગર FSL દ્વારા લેવાયા હતા સેમ્પલ અને પીએમ બાદ ત્રણેયના મૃતદેહ પરિવારને સોંપાયા છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવશે તેવું જિલ્લા એસપીનું કહેવું છે.
દારુ પીવાથી મોત થયા હોવાનો પરિજનોનો આક્ષેપ
આ સમગ્ર કેસમાં શંકાસ્પદ ઝેરી દ્રવ્ય પીવાથી 3 લોકોના મોત થયા છે તેવી વાત જિલ્લા એસપી કરી રહ્યાં છે,તો પોલીસને શંકા છે કે,કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય પ્રવાહી પીવાથી મોત થયું હોઈ શકે છે,મોત કયા કારણોથી થયુ તેને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે,જવાહરનગરમાં 3 વ્યકિતના થયા છે મોત.જીરા સોડાની બોટલમાં કંઈક પીધુ છે જેને લઈ પોલીસે જયાંથી મૃતકોએ સોડા લીધી હતી ત્યાં જઈ ખાલી બોટલોના સેમ્પલ પણ લીધા છે.આ સમગ્ર ઘટનામાં પોલીસને એક પ્રત્યક્ષદર્શી પણ મળ્યો છે તેણે કહ્યું કે,સોડા પીધા બાદ પાંચ મિનિટમાં બેભાન થયા હતા.
કનુભાઈ ચૌહાણ તમામ માટે સોડાની બોટલ લાવેલાઃ પોલીસ
આ કેસમાં કનુ ચૌહાણ નામનો વ્યકિત સોડાની બોટલ લાવેલો હતો અને કચરાની ટોપલીમાંથી સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે,રવિન્દ્રભાઇ રાઠોડે પણ આ જીરા સોડા પીધી હતી અને તેમણે અન્ય વ્યક્તિઓનો પણ આ સોડા આપી હતી સાથે-સાથે તમામને પાંચેક મિનિટમાં અસર થઇ હતી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં રવિન્દ્રભાઇ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેમનું મોત થયું છે,એક બોટલમાંથી ત્રણ જણે પીધું હતું તેમને ગંભીર અસર થઇ છે,FSL પ્રમાણે લોહી એકદમ ગંઠાઇ ગયું છે તેવુ FSLના રીપોર્ટમાં સામે આવ્યું છે.
કઇ દુકાને લીધુ છે તેની તપાસ કરીશુઃ પોલીસ
મરનાર યોગેશભાઇ કુશવાહ પાણીપુરીનો ધંધો કરે છે અને પરિવારજનો કહે છે કે દારૂ પીવાની ટેવ હતી,તો અમારી ટીમે ગઇકાલ રાતથી જ તપાસ શરૂ કરી છે સાતે સાથે ઇથાઇલ આલ્કોહોલ 0.1 છે, મિથાઇલ આલ્કોહોલ શૂન્ય છે,આ લોકોએ દારૂ પીધો હતો કે નહીં તેની તપાસ ચાલું છે.આર.કે. સોડા શોપમાં FSL દ્વારા તપાસનો ધમધમાટ કરાયો છે,કોલ્ડ્રિંક્સની દુકાનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ ખેડા જિલ્લા પોલીસ જવાહરનગરમાં ઉતારી દેવાઈ છે,જવાહરનગરની અન્ય દુકાનોમાં પણ તપાસ હાથધરી છે,FSL સાથે સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે.
ખેડા પોલીસ દ્વારા રાતભર કરવામાં આવ્યું ચેકિંગ
દેશી દારૂનો વેપાર કરતા બુટલેગરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે,જેમા બુટલેગર સહિત અન્યને ઝડપીને પૂછપરછ કરવામાં આવી રહી છે,LCB,SOG,નડિયાદ રુરલ પોલીસની ટીમ કામે લાગી છે.