Nadiad: મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી લૂંટ કરતી ટોળકીના બે આરોપી પકડાયા !
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં રીક્ષામાં બેસાડી પેસેન્જરના દાગીના અને રોકડ ચોરી હાહાકાર મચાવતી ટોળકીને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડી છે. ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં ફરી વયોવૃદ્ધ માણસોને ટાર્ગેટ કરી રીક્ષામાં બેસાડી નજર ચુકવીને કિંમતી મુદ્દામાલ ચોરી લેતી હતી. પોલીસે ટોળકીના બે ઈસમોને ઝડપી પાડી, અન્યને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. નડિયાદમાં રાજસ્થાનનો એક પરિવાર દિકરીની કિડનીની બિમારીની સારવાર માટે રોકાયો હતો. સારવાર માટે 40 હજાર રુપિયાની વ્યવસ્થા કરી પરિવારના બે વ્યક્તિઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા. દરમિયાન નડિયાદ લેબોરેટરી નજીક એક રીક્ષાચાલકે લિફ્ટ આપવાના બહાને રીક્ષામાં બેસાડયા હતા. જ્યાં અગાઉથી જ બે પેસેન્જરો બેઠા હતા. બંને પેસેન્જરોએ ધક્કા મારી, ઉલટી આવવાનુ નાટક કરી સારવાર માટે ખિસ્સામાં મુકેલ 40 હજાર નજર ચુકવીને પડાવી લીધા હતા. બાદમાં બંને વ્યક્તિઓને રસ્તામાં ઉતારી રીક્ષાચાલક પલાયન થઈ ગયો હતો. આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ટાઉન પીએસઆઈ આર.એચ.દેસાઈ અને સર્વેલન્સ ટીમે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી ગણતરીના કલાકોમાં જ બે ઈસમો સમીર ઉર્ફે મંગલ નાઝીમખાન પઠાણ (રહે.પેટલાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ સેવા સદન પાસે) તથા મોહસીન ઉર્ફે લોટી મહંમદભાઈ વ્હોરા (રહે.પેટલાદ હજામની લીમડી, પઠાણવાડા પાસે)ને 35 હજાર રોકડ અને રીક્ષા સાથે ઝડપી પાડયા હતા. તથા આ ગુનામાં ફરાર પ્રવિણ ઉર્ફે ડાહ્યો લક્ષ્મણભાઈ તળપદા (રહે.પેટલાદ મલાવ ભાગોળ)ને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

