Nadiad: મારામારી કરનાર બે શખ્સોને ત્રણ માસની સજાનો હૂકમ થયો

Feb 19, 2026 - 03:30
Nadiad: મારામારી કરનાર બે શખ્સોને ત્રણ માસની સજાનો હૂકમ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેમદાવાદના ઘોડાસરમાં પાડોશી ઘરમાં વાતો કરી રહ્યા હોય દરમિયાન બાજુમાં રહેતા ઈસમે સવારમાં કેમ મોટેથી બોલો છો કહી મિત્ર સાથે મળી ગડદાપાટુનો માર મારી, લાકડીથી પણ માર માર્યો હતો. આ કેસમાં મહેમદાવાદ કોર્ટે મારામારી કરનાર બંને ઈસમોને સજા ફટકારી છે. સામાજિક શાંતિ વિરુદ્ધના વર્તનમાં જો પ્રોબેશનનો લાભ આપી છોડી મુકવામાં આવે તો અશાંતિ ફેલાવનાર ઈસમોનો આત્મવિશ્વાસ વધી શકે છે અને સમાજ પર તેની ગંભીર અને નકારાત્મક અસર પડી છે તે પણ કોર્ટે ચુકાદામાં ટાંક્યું હતું.

મહેમદાવાદના ઘોડાસરમાં રહેતા હસમુખભાઈ ભાનુપ્રસાદ જયસ્વાલ તથા તેમના બહેન ગત તા.27 ફેબ્રુઆરી 2023ના રોજ અંદરોઅંદર વાતો કરતા હતા. દરમિયાન પાડોશમાં રહેતા વિક્રમ કનુભાઈ ડાભીએ સવારમાં કેમ અવાજ કરો છો કહી હસમુખભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. તેનું ઉપરાણું લઈ તેના મિત્ર અર્જુન રઘાભાઈ રબારીએ લાકડી હસમુખભાઈના માથામાં ફટકારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે બંને વિરુદ્ધ હસમુખભાઈએ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મહેમદાવાદની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કે.એ.સુથારની દલીલો, 08 સાક્ષીઓની જુબાની, 06 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લેવાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0