Nadiad: નડિયાદમાં વિકાસ સંકલ્પ સભામાં ભાજપનું શક્તિ પ્રદર્શન : તમામ બેઠકો જીતવાનો હૂંકાર !
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ શહેરના યોગી ફાર્મના કેશવકુંજ હોલમાં બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને વિકાસ સંકલ્પ સભા યોજાઇ હતી. આ સભામાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી. અને નડિયાદ શહેરને આધુનિકતા પંથે લઇ જવા માટે મતદારોને ભાજપ પ્રગતિ યાત્રામાં જોડાઇ સહભાગી થવા ઉત્સાહપૂર્વક આહવાન કર્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મનપાના તમામ બેઠકો પર વિજય મેળવ્યા બાદ નવા વિજેતા ઉમેદવારોને ખાસ અમદાવાદ રિવરફ્રન્ટની મુલાકાતે લઇ જવા જોઇએ.આ મુલાકાતનો મુખ્ય હેતુ એ છે કે નડિયાદના પ્રતિનિધિઓ અમદાવાદ જેવા મહાનગરોની આધુનિક સુવિધાઓ અને નદી કિનારાના ડેવલેપમેન્ટ પ્રોજેકટસનો ઊંડો અભ્યાસ કરે.આ અભ્યાસ થકી મેળવેલા અનુભવો અને તકનીકી જ્ઞાનનો ઉપયોગ કરી નડિયાદમાં પણ તેવી જ ભવ્ય પ્રગતિ અને આધુનિક માળખાગત સુવિધાઓ ઉભી કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણું લક્ષ્ય નડિયાદ શહેરને વિકાસનું રોલ મોડલ બનાવવાનું છે. તેમજ સભામાં ઉપસ્થિત કાર્યકરોને ટકોર પણ કરી હતી કે દરેક કાર્યકર્તાઓ હવે બૂથ સ્તરે જઇને સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને અત્યાર સુધીની તમામ સિદ્ધિઓની વિગતો પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવી જોઇએ.આ સભામાં ધારાસભ્ય પંકજ દેસાઇ , રાજય મંત્રી સંજયસિંહ મહિડા , જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ તથા નડિયાદ મનપાના ભાજપના તમામ ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

