Nadiad: ડીજીપી કપ સ્પર્ધામાં ખેડા જિલ્લા મહિલા પોલીસે બાજી મારી દીધી

Aug 6, 2025 - 07:30
Nadiad: ડીજીપી કપ સ્પર્ધામાં ખેડા જિલ્લા મહિલા પોલીસે બાજી મારી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ડીજીપી કપ 2025 સાયકલીંગ અને એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરના પોલીસ રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેડા જિલ્લાની ચાર મહિલા પોલીસે સાયકલીંગ, દોડ અને કૂદમાં પાંચ મેડલ જીતી ખેડા જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું હતું. આજના આધુનિક યુગમાં શારિરીક શ્રામનું પ્રમાણ ઘટી જવાના કારણે ડાયબિટીશ, બીપી, મેદસ્વિતા, હૃદયરોગ જેવી બિમારીઓ નાની ઉંમરથી જ જોવા મળી રહી છે. જેને લઈને સ્વસ્થ રહેવું આવશ્યક બની ગયું છે. ત્યારે પ્રજાની સુરક્ષા કરતી પોલીસે ફિટ રહોના સંદેશ સાથે નડિયાદમાં ડીજીપી કપ 2025 એથ્લેટિક્સ અને સાયકલીંગ સ્પર્ધા યોજી હતી. આ ત્રિદિવસીય સ્પર્ધામાં રાજ્યભરમાંથી 140થી વધુ પોલીસ રમતવીરોએ ભાગ લઈ પોતાના કૌવત બતાવ્યા હતા. જેમાં અલગ અલગ દોડ, સાયકલીંગ, લાંબી કૂદ, લંગડી ફાડ કૂદ વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી. ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં 20 કિલોમીટર સાયકલીંગમાં ખેડા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કિંજલ આર.ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કપડવંજ રુરલ પોલીસ મથકના કોન્સ્ટેબલ ફોરમ પ્રવિણભાઈ પરમારે સાયકલીંગમાં બ્રોન્ઝ, વડતાલ પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન જીતુભાઈ ભમ્મરે 100 મીટર દોડમાં બ્રોન્ઝ, નડિયાદ ટાઉન પોલીસ મથકના કોન્સ્ટેબલ ભાવનાબેન દુદાભાઈ ચૌધરીએ લાંબી કૂદમાં સિલ્વર, લંગડી ફાડ કૂદમાં ગોલ્ડ મેળવી મહિલા પોલીસ કર્મીઓએ પાંચ મેડલ ખેડા પોલીસને મળ્યા હતા. સાયકલીંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર કિંજલ આર.ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લા પોલીસ દ્વારા થતી જુદી જુદી ટુર્નામેન્ટમાં અગાઉ ભાગ લીધો છે, પણ પ્રથમવાર જ સાયકલીંગમાં ભાગ લીધો હતો. તેમણે નાગરિકોને ફિટ રહેવાના સંદેશ સાથે નોકરી સાથે જોડાયેલા લોકોએ ખાસ કરીને કોઈને કોઈ રમત સાથે જોડાયેલા રહેવું, જેથી કરીને એક્સરસાઈઝ પણ થઈ જાય સાથે સાથે બોડી ફિટનેસ પણ જળવાય તેવો સંદેશ આપ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0