NAACની ટીમ 3 દિવસ ગુજરાત યુનિવર્સિટીમાં, શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓની કરશે ચકાસણી
અમદાવાદમાં આજથી NAACની ટીમ ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્સ્પેકશન માટે આવી પંહોચી છે. આજે 28 જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી NAACની ટીમ યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરશે. NAACની ટીમમાં 7 સભ્યોને સામેલ કરાયા છે. યુનિવર્સિટીના કુલપતિના પાંચ વર્ષથી વધુ સમયગાળામાં NAACમાં જવા માટે કોઈ પ્રયાસ કરાયો નહોતો. પરંતુ હવે NAACમાં જવા યુનિવર્સિટી દ્વારા દરખાસ્ત કરાતા માન્યતા મેળવવા તૈયારી કરવામાં આવી.NAAC કરશે ઇન્સપેકશનગુજરાતની યુનિવર્સિટીની મુલાકાત દરમ્યાન NAACની 42 ભાવનોની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓની ચકાસણી કરશે. ઉપરાંત અઘ્યાપકો, નોન ટિચિંગ સ્ટાફ અને વિધાર્થીઓ સાથે પણ અભ્યાસ તેમજ વિદ્યાર્થીઓને લગતી સમસ્યા તેમજ મહત્વની બાબતોને લઈને ચર્ચા કરશે.NAACની ટીમ ઇન્સ્પેક્શન કરે તે પહેલા યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ મેળવવા તમામ સ્તરે પ્રયાસો હાથ ધરાયા હતા. જે અંતર્ગત NAACની ટીમ કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું તેને લઈને પણ અધ્યાપકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.મહત્વનું છે કે છેલ્લા 6 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીને NAACની માન્યતા મળી નથી.અને આથી જ આ વખતે યુનિવર્સિટી દ્વારા A પ્લસ ગ્રેડ મેળવવા માટે છેલ્લા 6 મહિનાથી તૈયારી કરવામાં આવી છે. આજે NAACની 7 સભ્યોની ટીમ યુનિવર્સિટીની મુલાકાતે છે ત્યારે ઇન્સ્પેકશન કર્યા બાદ A પ્લસ ગ્રેડમાં સામેલ કરાવવાને લઈને નિર્ણય લઈ શકે. ગ્રેડ મેળવવા માટે કરી દરખાસ્તયુનિર્વસિટીના એક સૂત્રના જણાવ્યા મુજબ અમને આશા છે કે આ વખતે યુનિ.ને A++ ગ્રેડ મળશે. કારણ કે અમે છેલ્લા 6 મહિનાથી સારા ગ્રેડ મળે માટે વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરી હતી. આજે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં 600 સ્ટાર્ટ અપ, 140 પેટન્ટ, રિસર્ચ પાર્ક તેમજ હોસ્ટેલની વ્યવસ્થા ઉપરાંત અધ્યાપકો દ્વારા કરાયેલા 4 હજારથી વધુ રિસર્ચ પેપર અને કેમ્પસ કલીનીંગ જેવા વિવિધ બાબતોમાં તેમના મૂલ્યાંકન હેઠળ પાત્રતા મળી શકે. અને યુનિ.ને A++ ગ્રેડ મળે તેવી શકયતા છે. જો કે વિદ્યાર્થીઓના રોજિંદા ઉપયોગમાં લેવાતી કેન્ટીન એક નેગેટીવ માર્ક બની શકે. આ સિવાય મોટાભાગની તમામ વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીને નેકમાં એ ગ્રેડ મળે માટે અધ્યાપકોને તેમની સમક્ષ કેવી રીતે રજૂઆત કરવી તેને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું. NAACના સ્કોર પરથી યુનિવર્સિટીમાં કયા પ્રકારનું શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો અંદાજ આવતો હોય છે. NAACમાં ગ્રેડ વ્યવસ્થા છે. આથી જ ગુજરાત યુનિવર્સિટી પણ NAACમાં A++ ગ્રેડ મેળવવાની દરખાસ્ત કરતાં આજથી ત્રણ દિવસ સુધી 7 સભ્યોની ટીમ ઇન્સ્પેકશન કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આજથી NAACની ટીમ ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્સ્પેકશન માટે આવી પંહોચી છે. આજે 28 જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી NAACની ટીમ યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરશે. NAACની ટીમમાં 7 સભ્યોને સામેલ કરાયા છે. યુનિવર્સિટીના કુલપતિના પાંચ વર્ષથી વધુ સમયગાળામાં NAACમાં જવા માટે કોઈ પ્રયાસ કરાયો નહોતો. પરંતુ હવે NAACમાં જવા યુનિવર્સિટી દ્વારા દરખાસ્ત કરાતા માન્યતા મેળવવા તૈયારી કરવામાં આવી.
NAAC કરશે ઇન્સપેકશન
ગુજરાતની યુનિવર્સિટીની મુલાકાત દરમ્યાન NAACની 42 ભાવનોની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓની ચકાસણી કરશે. ઉપરાંત અઘ્યાપકો, નોન ટિચિંગ સ્ટાફ અને વિધાર્થીઓ સાથે પણ અભ્યાસ તેમજ વિદ્યાર્થીઓને લગતી સમસ્યા તેમજ મહત્વની બાબતોને લઈને ચર્ચા કરશે.NAACની ટીમ ઇન્સ્પેક્શન કરે તે પહેલા યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ મેળવવા તમામ સ્તરે પ્રયાસો હાથ ધરાયા હતા. જે અંતર્ગત NAACની ટીમ કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું તેને લઈને પણ અધ્યાપકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
મહત્વનું છે કે છેલ્લા 6 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીને NAACની માન્યતા મળી નથી.અને આથી જ આ વખતે યુનિવર્સિટી દ્વારા A પ્લસ ગ્રેડ મેળવવા માટે છેલ્લા 6 મહિનાથી તૈયારી કરવામાં આવી છે. આજે NAACની 7 સભ્યોની ટીમ યુનિવર્સિટીની મુલાકાતે છે ત્યારે ઇન્સ્પેકશન કર્યા બાદ A પ્લસ ગ્રેડમાં સામેલ કરાવવાને લઈને નિર્ણય લઈ શકે.
ગ્રેડ મેળવવા માટે કરી દરખાસ્ત
યુનિર્વસિટીના એક સૂત્રના જણાવ્યા મુજબ અમને આશા છે કે આ વખતે યુનિ.ને A++ ગ્રેડ મળશે. કારણ કે અમે છેલ્લા 6 મહિનાથી સારા ગ્રેડ મળે માટે વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરી હતી. આજે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં 600 સ્ટાર્ટ અપ, 140 પેટન્ટ, રિસર્ચ પાર્ક તેમજ હોસ્ટેલની વ્યવસ્થા ઉપરાંત અધ્યાપકો દ્વારા કરાયેલા 4 હજારથી વધુ રિસર્ચ પેપર અને કેમ્પસ કલીનીંગ જેવા વિવિધ બાબતોમાં તેમના મૂલ્યાંકન હેઠળ પાત્રતા મળી શકે. અને યુનિ.ને A++ ગ્રેડ મળે તેવી શકયતા છે.
જો કે વિદ્યાર્થીઓના રોજિંદા ઉપયોગમાં લેવાતી કેન્ટીન એક નેગેટીવ માર્ક બની શકે. આ સિવાય મોટાભાગની તમામ વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીને નેકમાં એ ગ્રેડ મળે માટે અધ્યાપકોને તેમની સમક્ષ કેવી રીતે રજૂઆત કરવી તેને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું. NAACના સ્કોર પરથી યુનિવર્સિટીમાં કયા પ્રકારનું શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો અંદાજ આવતો હોય છે. NAACમાં ગ્રેડ વ્યવસ્થા છે. આથી જ ગુજરાત યુનિવર્સિટી પણ NAACમાં A++ ગ્રેડ મેળવવાની દરખાસ્ત કરતાં આજથી ત્રણ દિવસ સુધી 7 સભ્યોની ટીમ ઇન્સ્પેકશન કરશે.