Muli : સોલાર કંપનીમાં વાહનો ભાડે મૂકવાના નામે ઠગાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મૂળી પોલીસ મથકે 4 આરોપીઓ સામે રૂ. 3.49 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઈ છે. સોલાર કંપનીમાં વાહનો ભાડે મુકવાનું કહી ટ્રેકટર, જેસીબી, ડમ્પર, કાર સહિત રૂ. 3.49 કરોડના વાહનો અન્ય સ્થળે ગીરવે મુકી ભાડુ ચૂકવાયુ ન હતુ. મૂળી પોલીસે સમગ્ર બનાવની ફરિયાદ નોંધી તપાસનો દૌર આરંભ્યો છે. લખતરના લક્ષ્મીપરામાં રહેતા 30 વર્ષીય ભીમાભાઈ જીણાભાઈ ડોંડા પશુપાલન કરે છે. 8 માસ પહેલા તેમના મિત્ર ભાલાળાના ગેલાભાઈ રણુભાઈ મીરે સોલાર કંપનીમાં ટ્રેકટર ભાડે મુકયાની વાત કરી હતી. જેમાં અરજણભાઈ સહિતનાઓ ટ્રેકટર ભાડે રાખી સોલાર કંપનીમાં મુકતા હોવાનું કહ્યુ હતુ. અને ભાડાના દર માસે 25 હજાર ચુકવતા હતા. તે સમયે ભીમાભાઈ પાસે ટ્રેકટર ન હતુ. પરંતુ ભાડાની સારી આવક થતી હોય તેઓએ બાદમાં ટ્રેકટર ખરીદ્યુ હતુ. અને મુળીના શેખપર ગામે મીટીંગ રાખી હતી. જેમાં મુળીના દેવપરાનો અર્જુન ઉર્ફે અરજણભાઈ કરમણભાઈ જોગરાણા, થાનના વીજળીયાનો ચતુર કાળાભાઈ સારદીયા, થાનના મનડાસરનો કીરણ ડાભી, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરનો અજીમ ગનીભાઈ મળી આ રીતે વાહનો લઈ સોલાર કંપનીમાં ભાડે રાખતા હોવાની વાત થઈ હતી. અને વાહનોમાં ડ્રાઈવરો પણ તેમના અને ડીઝલ પણ તેઓ પુરાવશે તેમ કહ્યુ હતુ. આ વાહનો મુકયા બાદ એક વખત ચતુર સારદીયાએ રૂપીયા 25 હજાર ભાડુ ભીમાભાઈના સાળા સાહેદ ગભુભાઈને આપ્યા હતા. બાદમાં ભાડુ ન મળતા તપાસ કરતા આ વાહનો ટોળકીએ અન્ય સ્થળે ગીરવે મુકી દીધા હોવાનું સામે આવ્યુ હતુ. આથી અરજણભાઈના ઘરે જઈ તેમની પુછપરછ કરતા સોલાર કંપનીમાં વાહનો ચાલતા ન હોઈ અન્ય સ્થળે મુકયાનું જણાવતા ભોગ બનનાર સહિત સાહેદોએ ચાલો વાહનો બતાવો તેમ કહેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે મુળી પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ભાડાની લાલચ આપી, વાહનો લઈ અન્ય સ્થળે ગીરવે મુકી કુલ રૂપીયા 3,49,90,000ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીઆઈ ડી.આર.બારૈયા ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

