MPથી Rajkot લઈ જવાતું રૂપિયા 14.90 લાખનું ડ્રગ્સ પોલીસે ઝડપ્યુ

રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યુપોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે. ખેડા જિલ્લાના સેવાલીયા પાસેથી પરપ્રાંતીય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યુ છે. પોલીસે આ ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડીલીવર કરવાનું હતું તે દિશામાં પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની કરી અટકાયત સેવાલીયા પોલીસે અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ મોડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ઉપરોક્ત પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો હતો. પોલીસને શંકા જતા આ ઈસમને કોર્ડન કરી પુછપરછ આદરી હતી. સૌપ્રથમ નામઠામ પુછતા આ ઈસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર (રહે.દુધાલીયા, ઝાલાવાર, રાજસ્થાન‌ હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલી બેગની તપાસ આદરતા અંદરથી પીળાશ પડતો ભૂકા જેવો પાવડર મળી આવ્યો હતો. પોલીસે કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે આ સાથે પોલીસની ટીમ સાથે આવેલી FSLએ આ પાવડરના જથ્થાનો પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે આ ગોપાલ મહેરને પોલીસ જાપ્તા સાથે સેવાલીયા પોલીસ મથકે લાવેલી બેગમાંથી 149 કિલો ગ્રામ ડ્રગ્સ નીકળ્યુ, જેની કુલ કિંમત રૂપિયા 14 લાખ 90 હજાર થાય છે. આ સાથે પકડાયેલા ઈસમ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી પોલીસે કુલ 14 લાખ 97 હજાર 70 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યા લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી. 3 લોકો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી જેમાં ઉપરોક્ત ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો અને આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ ખાતે પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા એક ઈસમ અને નામ ખુલેલા બે ઈસમો મળી કુલ 3 સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ દ્વારા સેમ્પલ લેવાયા છે, જેના રિપોર્ટ બાદ ડ્રગ્સ અંગે મોટો ખુલાસો થશે. આ ઈસમ અહીંયા સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભો રહેતા પોલીસના હાથે પકડાઈ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે.

MPથી Rajkot લઈ જવાતું રૂપિયા 14.90 લાખનું ડ્રગ્સ પોલીસે ઝડપ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યુ
  • પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો

ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે. ખેડા જિલ્લાના સેવાલીયા પાસેથી પરપ્રાંતીય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યુ છે. પોલીસે આ ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડીલીવર કરવાનું હતું તે દિશામાં પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની કરી અટકાયત

સેવાલીયા પોલીસે અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ મોડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ઉપરોક્ત પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો હતો. પોલીસને શંકા જતા આ ઈસમને કોર્ડન કરી પુછપરછ આદરી હતી. સૌપ્રથમ નામઠામ પુછતા આ ઈસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર (રહે.દુધાલીયા, ઝાલાવાર, રાજસ્થાન‌ હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલી બેગની તપાસ આદરતા અંદરથી પીળાશ પડતો ભૂકા જેવો પાવડર મળી આવ્યો હતો.

પોલીસે કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

આ સાથે પોલીસની ટીમ સાથે આવેલી FSLએ આ પાવડરના જથ્થાનો પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે આ ગોપાલ મહેરને પોલીસ જાપ્તા સાથે સેવાલીયા પોલીસ મથકે લાવેલી બેગમાંથી 149 કિલો ગ્રામ ડ્રગ્સ નીકળ્યુ, જેની કુલ કિંમત રૂપિયા 14 લાખ 90 હજાર થાય છે. આ સાથે પકડાયેલા ઈસમ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી પોલીસે કુલ 14 લાખ 97 હજાર 70 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યા લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

3 લોકો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

જેમાં ઉપરોક્ત ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો અને આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ ખાતે પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા એક ઈસમ અને નામ ખુલેલા બે ઈસમો મળી કુલ 3 સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ દ્વારા સેમ્પલ લેવાયા છે, જેના રિપોર્ટ બાદ ડ્રગ્સ અંગે મોટો ખુલાસો થશે. આ ઈસમ અહીંયા સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભો રહેતા પોલીસના હાથે પકડાઈ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે.