Morbiમાં જાહેરમાં ફાયરિંગ કરી રોફ જમાવવો એક શખ્સને ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ, 15 મી ઓગસ્ટે કર્યું હતું ફાયરિંગ

Sep 3, 2025 - 11:00
Morbiમાં જાહેરમાં ફાયરિંગ કરી રોફ જમાવવો એક શખ્સને ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ, 15 મી ઓગસ્ટે કર્યું હતું ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં અસમાજિકતત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ વધવા લાગી છે. અત્યારે તહેવારના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આનંદ અને ઉલ્લાસનો માહોલ બગાડે છે. શહેરમાં એક શખ્સે જાહેરમાં ફાયરિંગ કરી રોફ જમાવવા પ્રયાસ કર્યો. અને આટલેથી ના અટકતા આ શખ્સે સોશિયલ મીડિયામાં ફાયરિંગનો વીડિયો વાયરલ કર્યો હતો. જેના બાદ પોલીસ એકશનમાં આવી અને આ શખ્સ વિરુદ્ધ કડક પગલા લીધા.

મોરબી પોલીસનું કડક વલણ

આ શખ્સને રૂઆબ જમાવવાનો શોખ ભારે પડ્યો. મોરબીની પોલીસે કડક પગલા લઈ શખ્સનો નશો ઉતાર્યો ગુનો નોંધી ધરપકડ કરી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે ધરપકડ કરેલ આ શખ્સનું નામ રણવિજયકુમાર કાંતિલાલ શાહ છે. રણવિજયે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. અને પોતે જાણે કોઈ પરાક્રમ કર્યું હોય તેમ રણવિજયે ફાયરિંગનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો વીડિયો

15 મી ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી હતી. લોકો આ દિવસે શુભકામનાઓ અને તિરંગા સાથે પોતાની સેલ્ફી સોશિયલ મીડિયામાં શેર કરતા હતા. ત્યારે રણવિજયે 15મી ઓગસ્ટે જાહેર ફાયરિંગ કર્યું હતું. અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યો હતો. જેના બાદ રણવિજયના આ કારસ્તાનને લઈને કેટલાક લોકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયાને 15થી વધુ દિવસ થયા છે. અને હવે છેક અત્યારે પોલીસ જાગી અને રણવિજય સામે કડક કાર્યવાહી કરી. પોલીસએ નોંધ્યો ગુનો કરી કાર્યવાહી

મોરબીમાં જાહેરમાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સ રણવિજયની મોરબી પોલીસે ધરપકડ કરી. મહત્વનું છે કે જાહેરમાં ફાયરિંગ કરવા મામલે તાલુકા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેના બાદ પોલીસ એકશનમાં આવી આરોપીને સંકજામાં લીધો. આ ઉપરાંત પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી એક પિસ્તોલ 6 કારતુસ મોબાઈલ સહિત 75 હજારનો મુદ્દામાલ કબજે કર્યો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0