Morbi: દિવાળી ટાણે હળવદમાં બુટલેગરને ત્યાં પોલીસના દરોડા, કુલ 16,82,679નો મુદ્દામાલ જપ્ત

મોરબીના હળવદમાંથી બુટલેગરના ત્યાં પોલીસે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો છે. બુટલેગરના ઘરમાંથી 15.50 લાખની રોકડ સહિત કુલ 16,82,679નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર બુટલેગર ધવલ શુકલને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી છે.હળવદમાંથી બુટલેગરના ત્યાં પોલીસના દરોડાહળવદ શહેરમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં આવેલા એક મકાનમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયર જથ્થો ઝડપાયો હોવાની બાતમી મળતા જ પોલીસે બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર ધવલ શુકલના ઘરની બાજુમાં જર્જરિત મકાનમાં દરોડા પાડતા જ વિદેશી દારૂ અને બિયર જથ્થો સહિત 15.50 લાખ રોકડ મળી આવી છે. પોલીસે દારૂની બોટલ કુલ 138ની કિંમત 1.21 લાખ અને બીયર 116 બોટલો આશરે 11 હજારથી વધુનો મુદ્દામાલ સહિત મિલકત રોકડ રૂા. 15,50,000 કબ્જે કરી કુલ રૂ.16,82,679નો મુદામાલ કબ્જે કર્યો છે. ફરાર ધવલભાઇ નરેન્દ્રભાઈ શુકલ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઇસુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમને વઢવાણના બાકરથળી તરફથી સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ ભરેલ કાર આવનાર હોવાની બાતમી રવીવારે રાત્રે મળી હતી. આથી પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા, મુકેશ ઉત્તેળીયા, અજયસીંહ ઝાલા, મહાવીરસીંહ બારડ સહિતની ટીમે શહેરના મેળાના મેદાન પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કારમાં સવાર લખતર તાલુકાના ઈંગરોળી ગામના સીરાઝ રહીમખાન મલેક અને દસાડા તાલુકાના ઝેઝરીના સોહીલ અજીતખાન મલેકને વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 128 બોટલો અને બિયરના 384 કુલ કિંમત રૂ. 1,24,062, રૂ. 20 હજારના ર મોબાઈલ, રૂ. 3 લાખની મહીન્દ્રા એકસયુવી કાર સહિત રૂ. 4,44,062નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂ સાથે ઝડપાયેલા બન્ને શખ્સો સામે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી તેઓ દારૂ કયાંથી લાવ્યા હતા અને સુરેન્દ્રનગરમાં કોણે મંગાવ્યો હતો તે સહિતની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પાસે એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતા શખ્સને રોકી તપાસ કરાઈ હતી. જેમાં રતનપરની ફકીર સોસાયટીમાં રહેતો આરીફ રહીમભાઈ ખલીફા વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂ. 100 સાથે ઝડપાયો હતો.

Morbi: દિવાળી ટાણે હળવદમાં બુટલેગરને ત્યાં પોલીસના દરોડા, કુલ 16,82,679નો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના હળવદમાંથી બુટલેગરના ત્યાં પોલીસે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો છે. બુટલેગરના ઘરમાંથી 15.50 લાખની રોકડ સહિત કુલ 16,82,679નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર બુટલેગર ધવલ શુકલને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

હળવદમાંથી બુટલેગરના ત્યાં પોલીસના દરોડા

હળવદ શહેરમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં આવેલા એક મકાનમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયર જથ્થો ઝડપાયો હોવાની બાતમી મળતા જ પોલીસે બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર ધવલ શુકલના ઘરની બાજુમાં જર્જરિત મકાનમાં દરોડા પાડતા જ વિદેશી દારૂ અને બિયર જથ્થો સહિત 15.50 લાખ રોકડ મળી આવી છે. પોલીસે દારૂની બોટલ કુલ 138ની કિંમત 1.21 લાખ અને બીયર 116 બોટલો આશરે 11 હજારથી વધુનો મુદ્દામાલ સહિત મિલકત રોકડ રૂા. 15,50,000 કબ્જે કરી કુલ રૂ.16,82,679નો મુદામાલ કબ્જે કર્યો છે. ફરાર ધવલભાઇ નરેન્દ્રભાઈ શુકલ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમને વઢવાણના બાકરથળી તરફથી સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ ભરેલ કાર આવનાર હોવાની બાતમી રવીવારે રાત્રે મળી હતી. આથી પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા, મુકેશ ઉત્તેળીયા, અજયસીંહ ઝાલા, મહાવીરસીંહ બારડ સહિતની ટીમે શહેરના મેળાના મેદાન પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કારમાં સવાર લખતર તાલુકાના ઈંગરોળી ગામના સીરાઝ રહીમખાન મલેક અને દસાડા તાલુકાના ઝેઝરીના સોહીલ અજીતખાન મલેકને વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 128 બોટલો અને બિયરના 384 કુલ કિંમત રૂ. 1,24,062, રૂ. 20 હજારના ર મોબાઈલ, રૂ. 3 લાખની મહીન્દ્રા એકસયુવી કાર સહિત રૂ. 4,44,062નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

દારૂ સાથે ઝડપાયેલા બન્ને શખ્સો સામે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી તેઓ દારૂ કયાંથી લાવ્યા હતા અને સુરેન્દ્રનગરમાં કોણે મંગાવ્યો હતો તે સહિતની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પાસે એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતા શખ્સને રોકી તપાસ કરાઈ હતી. જેમાં રતનપરની ફકીર સોસાયટીમાં રહેતો આરીફ રહીમભાઈ ખલીફા વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂ. 100 સાથે ઝડપાયો હતો.