Morbi: તાલુકા પોલીસે ખોવાયેલા અને ચોરાયેલા 10.38 લાખના 38 મોબાઈલ શોધી પરત કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી તાલુકા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ નાગરિકોના ચોરાયેલા તેમજ ખોવાયેલા કુલ 38 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢીને તમામ ફોન તેના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. આ તમામ સ્માર્ટફોનની કુલ કિંમત અંદાજિત 10,38,800 રૂપિયા જેટલી થઈ હતી.
મોરબી તાલુકા પોલીસ મથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અનિરુદ્ધસિંહ દ્વારા ભારત સરકારના CEIR પોર્ટલમાં અરજદારોની વિગતોની એન્ટ્રી કરવામાં આવી હતી. ત્યારબાદ સતત ટેક્નિકલ મોનીટરીંગ અને વર્કઆઉટના આધારે આ ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. સર્વેલન્સ સ્ટાફ્ની આ જહેમતના પરિણામે ગુમ થયેલા ફોન પરત મેળવવામાં પોલીસને મોટી સફ્ળતા હાથ લાગી હતી.
રિકવર કરાયેલા 10,38,800 રૂપિયાના 38 મોબાઈલ ફોન નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના હસ્તે અરજદારોને
રૂબરૂ બોલાવીને પરત આપવામાં આવ્યા હતા. પીઆઈ સહિતની ટીમે આ કામગીરી કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

