Morbi : ખેડૂત આંદોલનમાં મોટો ભડકો, 2 કરોડના કથિત સોદાના ઓડિયો બાદ નિલેશ એરવાડિયાને છાવણીમાંથી દૂર કરાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીના જેતપુરમાં ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં એક સનસનાટીપૂર્ણ નવો વળાંક આવ્યો છે. આંદોલનના મુખ્ય આગેવાન નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચેનો એક કથિત ઓડિયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ ઓડિયોમાં આંદોલનને સમેટવા માટે 2૨ કરોડનો કથિત સોદો થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. લાખો ખેડૂતોનો વિશ્વાસ અકબંધ રાખવા અને આંદોલનને આ આંચકામાંથી બચાવવા માટે ખેડૂત આંદોલન સમિતિએ મીડિયા સમક્ષ આવીને મોટો નિર્ણય જાહેર કર્યો છે. સમિતિ દ્વારા નિલેશ એરવાડિયાને તાત્કાલિક અસરથી આંદોલન છાવણીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.
ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી
આ કથિત ઓડિયો વાયરલ થયા બાદ નિલેશ એરવાડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ વાયરલ ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી, હું કોઈ પણ પ્રકારની FSL તપાસ માટે તૈયાર છું." એરવાડિયાએ આક્ષેપ કર્યો છે કે આ આંદોલનને તોડવા માટે સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.
પોલીસ પ્રોટેક્શન માંગવાની જાહેરાત
તેમણે પોતાની સુરક્ષા માટે મોરબી એસપીને મળીને પોલીસ પ્રોટેક્શન માંગવાની જાહેરાત કરી છે. જો કે, આ વાયરલ ઓડિયોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.હકાભાના પરિવારની સુરક્ષા માટે પોલીસ તૈનાત
બીજી તરફ આંદોલનકારીઓ અને કથિત ઓડિયોમાં જેમનું નામ છે તે હકાભા ગઢવીના હળવદ સ્થિત નિવાસસ્થાને કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હકાભાના પરિવારની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરાઈ છે. સમગ્ર મોરબી જિલ્લામાં આ ઘટના બાદ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે.
આ પણ વાંચો--- Gujarat Latest News Live : ભારે વરસાદે મુંબઇને ઘમરોળ્યુ, ઠેર ઠેર ભરાયા કમરસમા પાણી, લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા પાણી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

