Morbi News: હળવદના અમરાપર પાસેથી નીલગાયની પજવણી કરી શિકાર કરનાર શખ્સ ઝડપાયો

Nov 7, 2026 - 23:00
Morbi News: હળવદના અમરાપર પાસેથી નીલગાયની પજવણી કરી શિકાર કરનાર શખ્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી વન્યજીવોની સુરક્ષાને લઈને એક અત્યંત સનસનીખેજ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદના અમરાપર વિસ્તાર પાસેથી ઘુડખર અભયારણ્યમાં નીલગાયનો શિકાર કરતી કુખ્યાત ટોળકીના એક મુખ્ય શખ્સને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીએ પકડાઈ જવાના ભયે વન વિભાગની કાર સામે પોતાની કાર ભટકાડીને ફિલ્મી ઢબે નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રની સતર્કતાથી તેને દબોચી લેવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોના આધારે વન વિભાગની લાલ આંખ

પ્રાપ્ત વિગતો અનુસાર સોશિયલ મીડિયા પર ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં કાર અને બાઈક દ્વારા નીલગાયની ક્રૂરતાપૂર્વક પજવણી કરીને શિકાર કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતાં જ વન વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વીડિયોના આધારે વન વિભાગની ટીમે હળવદના અમરાપર પાસેથી વોચ ગોઠવી હતી.

ફિલ્મી ઢબે કાર ભટકાડી ભાગવાનો પ્રયાસ, આરોપી શોકત અલી ઝડપાયો

વન વિભાગની ટીમ દ્વારા પકડવા જતા આરોપીએ પોતાની કાર વન વિભાગની સરકારી ગાડી સામે જોરદાર ભટકાડીને નાસી છૂટવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. તેમ છતાં વન કર્મચારીઓની ડાબેડી અને બહાદુરીના કારણે આરોપીને પકડી લેવામાં સફળતા મળી હતી. વન વિભાગ દ્વારા આ કેસમાં મુખ્ય આરોપી શોકત અલી તાજ મહંમદ જેડા ની ધરપકડ કરવામાં આવી છે.અન્ય ફરાર શખ્સોની શોધખોળ સઘન બનાવાઈ

આ ગંભીર શિકાર પ્રકરણમાં વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડતા અન્ય સહસંડોવાયેલા શખ્સોની પણ ઓળખ મેળવી લેવામાં આવી છે. વન વિભાગ દ્વારા બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. વન્યજીવો પર અત્યાચાર આચરનારા આવા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0