Morbi: હળવદ રોડ પર ટ્રકના 'ચોર ખાના' માંથી 20.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

May 4, 2026 - 10:30
Morbi: હળવદ રોડ પર ટ્રકના 'ચોર ખાના' માંથી 20.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે એલસીબી પોલીસે કમર કસી છે. પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક ટ્રેલરમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે હળવદ રોડ પર આંદરણા ગામ પાસે વોચ ગોઠવીને પોલીસે શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો.

ફિલ્મી ઢબે બનાવાયેલા ચોર ખાના

પોલીસે જ્યારે ટ્રકની પ્રાથમિક તપાસ કરી ત્યારે કંઈ વાંધાજનક જણાયું ન હતું, પરંતુ ઝીણવટભરી તપાસમાં ટ્રક ટ્રેલરમાં ખાસ પ્રકારના ગુપ્ત (ચોર) ખાના મળી આવ્યા હતા. આ ખાનાઓ ખોલતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. તેમાંથી વિદેશી દારૂની કુલ 4608 બોટલ અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા.

દારૂનો જથ્થો રાજસ્થાનથી આવ્યો 

પોલીસે દારૂનો જથ્થો, ટ્રક ટ્રેલર અને અન્ય સાધનો મળી કુલ 20,87,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સ્થળ પરથી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હોવાનું અને ગુજરાતના સ્થાનિક બુટલેગરોને પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું છે.ત્રણ શખ્સો સામે ગુનો દાખલ

આ કૌભાંડમાં મોરબી તાલુકા પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર ઉપરાંત માલ મોકલનાર રાજસ્થાનના બે શખ્સો અને તપાસમાં જેમના નામ ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી પોલીસની આ કામગીરીથી દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Gondal: લાકડાના છોલના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, વિકરાળ લપેટોને કાબૂમાં લેવા જેસીબીથી દીવાલો તોડવામાં આવી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0