Morbi : દ્વારકામાં પૂનમના દર્શન કરવા જતી શ્રદ્ધાળુઓની ખાનગી બસને નડ્યો અકસ્માત
મોરબીના આમરણ નજીક ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો. આમરણ નજીકથી પસાર થતી ટ્રાવેલ્સ દ્વારકા મંદિરે પૂનમના દર્શન કરવા જતી હતી. દરમ્યાન મુસાફરોને લઈ જતી બસે અચાનક પલટી મારતા અકસ્માત સર્જાયો. બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ગંભીર ઇજા થઈ. ઇજાગ્રસ્ત તમામ મુસાફરો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ખાનગી બસનો ડ્રાઈવર અકસ્માત બાદ ફરાર થઈ ગયો.ખાનગી બસને નડયો અકસ્માતમળતી માહિતી મુજબ મોરબીના આમરણ નજીક ટ્રાવેલ્સ બસ મહેસાણાથી દ્વારકા જતી હતી. ટ્રાવેલ્સ બસના મુસાફરો દ્વારકા પૂનમના દર્શન કરવા જતા હતા. દરમ્યાન મુસાફરોને લઈ દ્વારકાના માર્ગે આગળ વધતી હતી ત્યારે મોરબી પાસેના આમરણ નજીક અચાનક બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો. બસમાં સવાર તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા.અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ ગઈ. સ્થાનિકોની મદદથી મુસાફરોને બહાર કઢાયા. દરમ્યાન જાગૃત સ્થાનિકે તાત્કાલિક 108ને જાણ કરતાં ઇજાગ્રસ્ત મુસાફરોને મોરબીની હોસ્પિટલમાં લઈ જવાયા. ટ્રાવેલ્સ બસમાં 15 જેટલા મુસાફરો સવાર હતા. દ્વારકા પૂનમ ભરવા જતા શ્રદ્ધાળુઓને કેટલાકને માથાભાગેને ઇજા થઈ તો એક શખ્સની હાલત ગંભીર હોવાથી તેમને ઓક્સિજન પર રાખવા પડ્યા.ફરાર ડ્રાઈવરને શોધવા પોલીસે તજવીજ હાથ ધરીમોરબીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રદ્ધાળુઓમાં એકને હાથે ફેકચર થયું, તો કોઈના પગમાં ગંભીર ઇજા થતાં પાટાપિંડી કરવી પડી.અકસ્માત એટલો ગંભીર હતો કે ખાનગી બસનું બારણું તૂટીને રસ્તા પર ઉછળીને પડ્યું. તેમજ બસની અંદરની બેઠકો પણ તૂટીને બહાર રસ્તા પર પડી. ખાનગી ટ્રાવેલ્સના બસનો અકસ્માત થયા બાદ ડ્રાઈવર મુસાફરોને મદદ કરવાના બદલે ફરાર થઈ ગયો. અકસ્માતમાં ડ્રાઈવરની ભૂલ હતી કે પછી અન્ય કોઈના કારણે આ ગંભીર બનાવ બન્યો તમામ બાબતોની પોલીસ તપાસ કરશે. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળ પર પંહોચી મુસાફરોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી ફરાર ડ્રાઈવરને શોધવા તજવીજ હાથ ધરી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
![Morbi : દ્વારકામાં પૂનમના દર્શન કરવા જતી શ્રદ્ધાળુઓની ખાનગી બસને નડ્યો અકસ્માત](https://epapercdn.sandesh.com/images/2025/02/12/QBgBE01TgA9K4QKYegjXID1rWuzxpTUuMHStCUfJ.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીના આમરણ નજીક ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો. આમરણ નજીકથી પસાર થતી ટ્રાવેલ્સ દ્વારકા મંદિરે પૂનમના દર્શન કરવા જતી હતી. દરમ્યાન મુસાફરોને લઈ જતી બસે અચાનક પલટી મારતા અકસ્માત સર્જાયો. બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ગંભીર ઇજા થઈ. ઇજાગ્રસ્ત તમામ મુસાફરો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ખાનગી બસનો ડ્રાઈવર અકસ્માત બાદ ફરાર થઈ ગયો.
ખાનગી બસને નડયો અકસ્માત
મળતી માહિતી મુજબ મોરબીના આમરણ નજીક ટ્રાવેલ્સ બસ મહેસાણાથી દ્વારકા જતી હતી. ટ્રાવેલ્સ બસના મુસાફરો દ્વારકા પૂનમના દર્શન કરવા જતા હતા. દરમ્યાન મુસાફરોને લઈ દ્વારકાના માર્ગે આગળ વધતી હતી ત્યારે મોરબી પાસેના આમરણ નજીક અચાનક બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો. બસમાં સવાર તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા.
અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ ગઈ. સ્થાનિકોની મદદથી મુસાફરોને બહાર કઢાયા. દરમ્યાન જાગૃત સ્થાનિકે તાત્કાલિક 108ને જાણ કરતાં ઇજાગ્રસ્ત મુસાફરોને મોરબીની હોસ્પિટલમાં લઈ જવાયા. ટ્રાવેલ્સ બસમાં 15 જેટલા મુસાફરો સવાર હતા. દ્વારકા પૂનમ ભરવા જતા શ્રદ્ધાળુઓને કેટલાકને માથાભાગેને ઇજા થઈ તો એક શખ્સની હાલત ગંભીર હોવાથી તેમને ઓક્સિજન પર રાખવા પડ્યા.
ફરાર ડ્રાઈવરને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી
મોરબીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રદ્ધાળુઓમાં એકને હાથે ફેકચર થયું, તો કોઈના પગમાં ગંભીર ઇજા થતાં પાટાપિંડી કરવી પડી.અકસ્માત એટલો ગંભીર હતો કે ખાનગી બસનું બારણું તૂટીને રસ્તા પર ઉછળીને પડ્યું. તેમજ બસની અંદરની બેઠકો પણ તૂટીને બહાર રસ્તા પર પડી. ખાનગી ટ્રાવેલ્સના બસનો અકસ્માત થયા બાદ ડ્રાઈવર મુસાફરોને મદદ કરવાના બદલે ફરાર થઈ ગયો.
અકસ્માતમાં ડ્રાઈવરની ભૂલ હતી કે પછી અન્ય કોઈના કારણે આ ગંભીર બનાવ બન્યો તમામ બાબતોની પોલીસ તપાસ કરશે. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળ પર પંહોચી મુસાફરોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી ફરાર ડ્રાઈવરને શોધવા તજવીજ હાથ ધરી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.