Morbi: કોઈપણ પ્રકારની ડીગ્રી વગર લોકોની સારવારની પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો
મોરબી જિલ્લામાંથી લક્ષ્મીનગર ગામમાંથીબોગસ તબીબ ઝડપાયો છે. કોઈપણ પ્રકારની ડીગ્રી વગર શ્રીરામ ક્લિનિક નામે દવાખાનું ચલાવતો અને દર્દીઓનેએલોપેથીક દવા આપીને સારવાર કરતો તબીબનો આખરે ભાંડો ફૂટ્યો છે. પોલીસે આરોપી હિતેશ કારાવડીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મોરબીના લક્ષ્મીનગર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. ડિગ્રી વગર ક્લિનિક ચલાવનારા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 8 હજાર 139 રૂપિયાની કિંમતની એલોપથી દવા કબજે કરી છે. પોલીસે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. અક્ષર પ્લાઝામાં આવેલ શ્રી રામ ક્લિનિકમાંથી બોગસ ડોક્ટરને પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ કોઈપણ પ્રકારની ડીગ્રી વગર એલોપેથીક દવા આપીને લોકોની સારવાર કરતો હતો. હિતેશ કાનજીભાઈ કારાવડીયાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી જિલ્લામાંથી લક્ષ્મીનગર ગામમાંથીબોગસ તબીબ ઝડપાયો છે. કોઈપણ પ્રકારની ડીગ્રી વગર શ્રીરામ ક્લિનિક નામે દવાખાનું ચલાવતો અને દર્દીઓનેએલોપેથીક દવા આપીને સારવાર કરતો તબીબનો આખરે ભાંડો ફૂટ્યો છે. પોલીસે આરોપી હિતેશ કારાવડીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના લક્ષ્મીનગર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. ડિગ્રી વગર ક્લિનિક ચલાવનારા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 8 હજાર 139 રૂપિયાની કિંમતની એલોપથી દવા કબજે કરી છે. પોલીસે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. અક્ષર પ્લાઝામાં આવેલ શ્રી રામ ક્લિનિકમાંથી બોગસ ડોક્ટરને પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ કોઈપણ પ્રકારની ડીગ્રી વગર એલોપેથીક દવા આપીને લોકોની સારવાર કરતો હતો. હિતેશ કાનજીભાઈ કારાવડીયાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.