Morbiમાં છરીની અણીએ લૂંટની ઘટના, પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા

મોરબીમાં એકલ દોકલ નીકળતાં શ્રમિકોને છરી બતાવી ધમકી આપી લૂંટ ચલાવવાની બીજી ઘટના સામે આવી છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટનામાં વધારો થતાં પોલીસ કામગીરી સામે સવાલો ઊભા થયા છે.રૂપિયા 12,500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા વાંકાનેરના ઢુવા ગામ નજીક ઈનવોલ સિરામિક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કરતો અમન અંબારામભાઈ કુશવાહ નામનો યુવક એક મહિના પહેલા ખોખરા બેલા રોડ પર આવેલા મોના લેથ નામની ફેકટરીમાં કામ કરતો હતો, ગત તારીખ 17ના રોજ અમન ખરીદી માટે ખોખરા ધામ તરફ જવા નીકળ્યો હતો, ત્યારે બે બાઈકમાં આવેલા 4 શખ્સે તેને ઘેરી લીધો હતો અને છરી બતાવી તેની પાસેથી એક મોબાઈલ અને રોકડ મળીને કુલ 12,500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તેની તપાસ કરતા લૂંટની ઘટનાને અંજામ આપનાર માળિયા શહેર અને કાજરડા ગામના વતની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ એલસીબીની ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી અસગર રમજાનભાઈ મોવર, સમીર સુભાનભાઈભાઈ મોવર અને હનીફ અબ્બાસભાઈ કટીયાને ઝડપી લીધા હતા અને તેની પૂછપરછ કરતા તેને આ ગુનાની કબુલાત કરી હતી અને તે લોકોની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. શિયાળામાં આ લૂંટ કરતી ગેંગ સક્રિય થાય છે મોરબી તાલુકાના હરિપર ગામ પાસે 23-01-24ના રોજ ધર્મેન્દ્ર સિંહ લક્ષ્મણ સિંહની લૂંટના ઈરાદે હત્યા થઈ હતી. જોકે શિયાળામાં આ લૂંટ કરતી ગેંગ સક્રિય થાય છે અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમજ અણિયારી ટોલનાકાથી પીપળી રોડ પર ગેંગ વધુ સક્રિય છે, જેમાં પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવે છે, જેથી તેઓ ફરિયાદ કરવા માટે વિવશ બને છે અને ફરિયાદ નાની મોટી લૂંટમાં કરતાં પણ નથી.

Morbiમાં છરીની અણીએ લૂંટની ઘટના, પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં એકલ દોકલ નીકળતાં શ્રમિકોને છરી બતાવી ધમકી આપી લૂંટ ચલાવવાની બીજી ઘટના સામે આવી છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટનામાં વધારો થતાં પોલીસ કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

રૂપિયા 12,500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા

વાંકાનેરના ઢુવા ગામ નજીક ઈનવોલ સિરામિક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કરતો અમન અંબારામભાઈ કુશવાહ નામનો યુવક એક મહિના પહેલા ખોખરા બેલા રોડ પર આવેલા મોના લેથ નામની ફેકટરીમાં કામ કરતો હતો, ગત તારીખ 17ના રોજ અમન ખરીદી માટે ખોખરા ધામ તરફ જવા નીકળ્યો હતો, ત્યારે બે બાઈકમાં આવેલા 4 શખ્સે તેને ઘેરી લીધો હતો અને છરી બતાવી તેની પાસેથી એક મોબાઈલ અને રોકડ મળીને કુલ 12,500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તેની તપાસ કરતા લૂંટની ઘટનાને અંજામ આપનાર માળિયા શહેર અને કાજરડા ગામના વતની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ એલસીબીની ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી અસગર રમજાનભાઈ મોવર, સમીર સુભાનભાઈભાઈ મોવર અને હનીફ અબ્બાસભાઈ કટીયાને ઝડપી લીધા હતા અને તેની પૂછપરછ કરતા તેને આ ગુનાની કબુલાત કરી હતી અને તે લોકોની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

શિયાળામાં આ લૂંટ કરતી ગેંગ સક્રિય થાય છે

મોરબી તાલુકાના હરિપર ગામ પાસે 23-01-24ના રોજ ધર્મેન્દ્ર સિંહ લક્ષ્મણ સિંહની લૂંટના ઈરાદે હત્યા થઈ હતી. જોકે શિયાળામાં આ લૂંટ કરતી ગેંગ સક્રિય થાય છે અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમજ અણિયારી ટોલનાકાથી પીપળી રોડ પર ગેંગ વધુ સક્રિય છે, જેમાં પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવે છે, જેથી તેઓ ફરિયાદ કરવા માટે વિવશ બને છે અને ફરિયાદ નાની મોટી લૂંટમાં કરતાં પણ નથી.