Morbiના હળવદના ઘણાદ ગામે ભારે પવન સાથે વરસાદ થતા મકાનોના પતરા ઉડયા

મોરબીના હળવદના ઘણાદ ગામે ભારે પવન સાથે વરસાદ થતા મકાનોના પતરા ઉડવા લાગ્યા હતા,6થી વધુ મકાનોના પતરા ઉડતા ઘરવખરીને નુકસાન થયું હતુ,સાથે સાથે વૃક્ષ પણ ધરાશાયી થયું હતુ.ભારે પવન સાથે ગાજવીજ વરસાદ થયો હતો,ઘણાદ ગામ પાસેથી પસાર થતી ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે આસપાસના ગામોનો સંપર્ક કપાયો હતો. નદી વહી રહી છે બે કાંઠે મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે વહી રહી છે સાથે સાથે તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.નદી બે કાંઠે વહેતા રણમલપુર અને ઘણાત ગામનો સંપર્ક તૂટયો છે.નદી વહેતા આસપાસના ગામોના લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.બીજી તરફ ગામના નાના ચેકડેમોમાં પાણીની આવક થતા ખેડૂતમાં ખુશીની લાગણી જોવા મળી છે.મોરબી અને માળિયામાં ભારે વરસાદ વરસતા નદીમાં પાણીની આવક થઈ છે. ખેડૂતોને પાક ખીલી ઉઠયો વરસાદ વરસતાની સાથે જ ખેડૂતનો પાક ખીલી ઉઠયો છે અને ચારે તરફ ખેતરો લીલાછમ થઈ ગયા છે,ત્યારે ખેડૂતને આ વખતે વરસાદી પાણીથી સારો પાક થશે અને પાક સારો થતા ખેડૂતની સારી આવક પણ થશે.આમ તો મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કોઈ સમસ્યા નથી અને ખેડૂતને સમયસર પાણી મળી રહી છે જેના કારણે ફાયદો થાય છે. 157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના તમામ 33 જિલ્લાના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ચુડા તાલુકામાં 14 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 4 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 44 પશુઓના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.  

Morbiના હળવદના ઘણાદ ગામે ભારે પવન સાથે વરસાદ થતા મકાનોના પતરા ઉડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના હળવદના ઘણાદ ગામે ભારે પવન સાથે વરસાદ થતા મકાનોના પતરા ઉડવા લાગ્યા હતા,6થી વધુ મકાનોના પતરા ઉડતા ઘરવખરીને નુકસાન થયું હતુ,સાથે સાથે વૃક્ષ પણ ધરાશાયી થયું હતુ.ભારે પવન સાથે ગાજવીજ વરસાદ થયો હતો,ઘણાદ ગામ પાસેથી પસાર થતી ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે આસપાસના ગામોનો સંપર્ક કપાયો હતો.

નદી વહી રહી છે બે કાંઠે

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે વહી રહી છે સાથે સાથે તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.નદી બે કાંઠે વહેતા રણમલપુર અને ઘણાત ગામનો સંપર્ક તૂટયો છે.નદી વહેતા આસપાસના ગામોના લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.બીજી તરફ ગામના નાના ચેકડેમોમાં પાણીની આવક થતા ખેડૂતમાં ખુશીની લાગણી જોવા મળી છે.મોરબી અને માળિયામાં ભારે વરસાદ વરસતા નદીમાં પાણીની આવક થઈ છે.


ખેડૂતોને પાક ખીલી ઉઠયો

વરસાદ વરસતાની સાથે જ ખેડૂતનો પાક ખીલી ઉઠયો છે અને ચારે તરફ ખેતરો લીલાછમ થઈ ગયા છે,ત્યારે ખેડૂતને આ વખતે વરસાદી પાણીથી સારો પાક થશે અને પાક સારો થતા ખેડૂતની સારી આવક પણ થશે.આમ તો મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કોઈ સમસ્યા નથી અને ખેડૂતને સમયસર પાણી મળી રહી છે જેના કારણે ફાયદો થાય છે.

157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના તમામ 33 જિલ્લાના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ચુડા તાલુકામાં 14 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 4 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 44 પશુઓના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.