Monsoon 2026: આગામી 3 કલાક દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ અને યુપીના લખનૌમાં રેડ એલર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
IMD દ્વારા દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં આગામી કલાકો માટે વરસાદ અને વાવાઝોડાની નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત સહિત ચાર મહત્વના જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના આ 4 જિલ્લામાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદ દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેથી સ્થાનિક તંત્રને પણ સાબદું કરવામાં આવ્યું છે.
યુપીના લખનૌમાં રેડ એલર્ટ
ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ, બરેલી અને શ્રાવસ્તીમાં ભારે મુશળધાર વરસાદની સંભાવનાને પગલે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. અહીં પ્રતિ કલાક 15 મીમીથી વધુ વરસાદ ખાબકી શકે છે. આ સિવાય પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને અલીપુરદ્વાર, ઓડિશાના કલાહાંડી, બલાંગીર, દેવગઢ તેમજ ત્રિપુરામાં ઓરેન્જ એલર્ટ હેઠળ આગામી કલાકોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે. યુપીના અમરોહા, બહરાઈચ, ગોરખપુર, મેરઠ અને મુરાદાબાદમાં પણ પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતમાં 'અશાંતધારો' હવે કહેવાશે 'સ્પેસિફાઈડ એરિયા', વાંચો મહત્વના સમાચાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

