Monsoon 2026 : 24 કલાકમાં 255 તાલુકામાં તોફાની વરસાદ, સુરતના અંબિકામાં આભ ફાટ્યું, સૌથી વધુ 24 ઈંચ ખાબક્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ભારે મેઘતાંડવ મચાવ્યું છે. રાજ્યના કુલ 255 તાલુકાઓમાં નોંધપાત્રથી લઈને અતિભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી વધુ આકાશી આફત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી છે.
અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24 ઈંચ અતિભારે વરસાદ
આંકડાકીય વિગતો મુજબ, સુરતના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24 ઈંચ અતિભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 17 ઈંચ, ખેડાના વસોમાં 16.5 ઈંચ, નવસારીના વાંસદામાં 16.5 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 15 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ખેડાના નડિયાદમાં 14 ઈંચ
અન્ય વિસ્તારોની વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં 13.5 ઈંચ, વલસાડના ધરમપુરમાં 11 ઈંચ, ડાંગના વઘઈમાં 11 ઈંચ અને સુરતના માંગરોળમાં 11 ઈંચ વરસાદ પડ્યો છે. આણંદ, આણંદના ખંભાત, ડાંગના સુબીર અને નવસારીમાં 10-10 ઈંચ આકાશી પાણી વરસ્યું છે.
વલસાડ અને સુરત શહેરમાં 7-7 ઈંચ વરસાદ
શહેરી વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે. વલસાડ અને સુરત શહેરમાં 7-7 ઈંચ, ભરૂચ શહેરમાં 6 ઈંચ, બોટાદમાં 4 ઈંચ અને અમદાવાદ શહેરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકામાં 1 ઈંચ જ્યારે રાજ્યના અન્ય 235 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થતાં નદી-નાળા અને જળાશયોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : ડીપ ડિપ્રેશનથી 5 સિસ્ટમ સક્રિય, સવારે 7 થી 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

