Monsoon 2026 : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 24 જિલ્લામાં એલર્ટ, 22 કલાકમાં 72 તાલુકા પાણી-પાણી..!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. આ દરમિયાન તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી આશંકાને પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટની સ્થિતિ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી અને ડાંગ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી
જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને બોટાદમાં પણ વહીવટી તંત્રને સાબદું રહેવા આદેશ અપાયા છે.
ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડે
આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.22 કલાકમાં 72 તાલુકા પ્રભાવિત, નવસારીમાં સાડા ચાર ઈંચ
રાજ્યમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 4 વાગ્યા સુધીના 22 કલાકના ગાળામાં જ 72 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લામાં સાડા ચાર (૪.૫) ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય નવસારીના જલાલપોર અને અમરેલીના સાવરકુંડલામાં ૩.૫ ઈંચ, જ્યારે વલસાડના ધરમપુરમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેર અને કામરેજમાં ૨.૫ ઈંચ, વલસાડના વાપી, વસો, પલસાણા અને નાનાપોંડામાં ૨ ઈંચ સુધી પાણી પડ્યું છે. આ સિવાય ડાંગના વઘઈ અને સુરતના મહુવામાં ૧.૫ ઈંચ તેમજ અન્ય ૫૯ તાલુકાઓમાં ૧ ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

