Ahmedabad: લીલીયામાં વોકળા બે કાંઠે વહ્યા, ઉના અને ગીર ગઢડા પંથકમાં પવન અને કડાકા સાથે વરસાદ

Sep 22, 2026 - 21:00
Ahmedabad: લીલીયામાં વોકળા બે કાંઠે વહ્યા, ઉના અને ગીર ગઢડા પંથકમાં પવન અને કડાકા સાથે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાદરવા મહિનાના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ ધમાકેદાર રી-એન્ટ્રી કરી છે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઈગોરાળા ગામ અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસતાં સ્થાનીય વોકળામાં ઘોડાપૂર આવ્યું હતું. ઈગોરાળા-સરંભડા માર્ગ પર આવેલા બેઠા કોઝવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.

ગારિયાધાર, લીલીયા, બોટાદ અને ગીરમાં ધોધમાર વરસાદ

બીજી તરફ, ભાવનગરના ગારિયાધારમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે માત્ર પોણા કલાકમાં અંદાજે એકથી બે ઇંચ જેટલો મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. ગારિયાધાર શહેરના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પચ્છેગામ, ગણેશગઢ, રૂપાવટી, પરવડી અને રતનવાવ ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ભારે પવનના કારણે પાલીતાણા રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે.બોટાદ શહેરમાં માત્ર 20 મિનિટ વરસેલા સામાન્ય વરસાદે જ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન ડ્રેનેજ દાવાઓની પોલ ખોલી નાખી હતી. ભાવનગર રોડ સર્કલ અને સ્વામિનારાયણ મંદિર નજીક મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઈ જતાં શાળાના બાળકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા.

ગીર સોમનાથ અને જૂનાગઢના ગ્રામ્યમાં વરસાદ

જૂનાગઢના કેશોદ તેમજ ગીર સોમનાથના તાલાલા, ઉના અને ગીર ગઢડા પંથકમાં કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. તાલાલાના ધાવા ગીર, બોરવાવ તેમજ ગીર ગઢડાના ધોકડવા, સનોસરા, મોટા સમઢીયાળા, નાગડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શેરીઓમાં વરસાદી પાણી વહી નીકળ્યા હતા. બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદથી સુકાઈ રહેલા કપાસ, ડુંગળી અને શાકભાજીના પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં ભારે આનંદની લહેર છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: ગૌચર દબાણની અરજીના નામે રૂ. 3.50 લાખની લાંચ લેતા કરશન સોલંકી રંગેહાથ ઝડપાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0