Monsoon 2026 : મેઘરાજાની હવે સત્તાવાર એન્ટ્રી, જામનગર-દ્વારકા સુધી પહોંચ્યું ચોમાસું, હવે આટલો જ ભાગ રહ્યો બાકી

Jul 3, 2026 - 14:00
Monsoon 2026 : મેઘરાજાની હવે સત્તાવાર એન્ટ્રી, જામનગર-દ્વારકા સુધી પહોંચ્યું ચોમાસું, હવે આટલો જ ભાગ રહ્યો બાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને ધરતીપુત્રો માટે હવામાન વિભાગ તરફથી સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે પહોંચી ગયું છે. હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, મેઘરાજાની સવારી હવે જામનગર અને દ્વારકા સુધી પણ પહોંચી ગઈ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ અને અતિ ઉત્તમ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ વધુ ઘાટો બનશે.

ચોમાસાની ગતિ ખૂબ જ તીવ્ર બની

ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, દેશભરમાં ચોમાસાની ગતિ ખૂબ જ તીવ્ર બની છે. ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાતના બાકીના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વધારાના વિસ્તારો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સત્તાવાર અહેવાલ મુજબ, ચોમાસાની રેખા આજે જામનગર ઉપરાંત ઉદયપુર, અજમેર, ઝુનઝુનુ, હિસાર અને ભટિંડા સુધી પહોંચી ગઈ છે, જે દેશભરમાં સાર્વત્રિક મેઘમહેરના સંકેત આપે છે.

Monsoon Covers Most of Gujarat: Reaches Jamnagar & Dwarka, IMD Predicts Heavy Rain

આગામી અઠવાડિયું ગુજરાત માટે ભારે વરસાદી સાબિત થઈ શકે

હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ, આગામી 4 થી 5 દિવસની અંદર ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના બાકી બચેલા તમામ ભાગોને સંપૂર્ણપણે આવરી લેશે. આ સાથે જ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધશે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા માટે વાતાવરણ સંપૂર્ણ સાનુકૂળ હોવાથી આગામી અઠવાડિયું ગુજરાત માટે ભારે વરસાદી સાબિત થઈ શકે છે. ચોમાસાના આ સત્તાવાર અને મજબૂત આગમનથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં વાવણીના કાર્યોએ પણ જોર પકડ્યું છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ પહોંચ્યું, ચોમાસા માટે સાનુકુળ સ્થિતી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0