Monsoon 2026 : ધોલેરાનું વણિતળાવ ગામ બન્યું ટાપુ, ભોગાવો નદીના રૌદ્ર રૂપ વચ્ચે 88 લોકોનું કરાયું રેસ્ક્યુ

Jul 28, 2026 - 09:30
Monsoon 2026 : ધોલેરાનું વણિતળાવ ગામ બન્યું ટાપુ, ભોગાવો નદીના રૌદ્ર રૂપ વચ્ચે 88 લોકોનું કરાયું રેસ્ક્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોલેરા તાલુકાના વણિતળાવ ગામમાં પૂરની સ્થિતિ સર્જાતા ભારે હાલાકી ઉભી થઈ છે. ભોગાવો નદીમાં આવેલા ભારે પૂરના પાણી ગામમાં ફરી વળતાં સમગ્ર વણિતળાવ ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચારેબાજુ પાણી ફરી વળવાના કારણે ગામનો સંપર્ક અન્ય વિસ્તારોથી તદ્દન કપાઈ ગયો છે, જેના પગલે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

88 લોકોનું સલામત સ્થળાંતર

સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂરના પાણીમાં ફસાયેલા કુલ 88 લોકોને તંત્ર અને રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ લોકોને પીપળી ગામની પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાન ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે.

સહિતના અધિકારીઓની મુલાકાત

ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અધિકારીઓએ પૂરગ્રસ્ત ગામની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત કામગીરીની જાતમાહિતી મેળવી હતી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી તમામ સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: ઝાંપાબજારમાં જર્જરિત મકાનની દીવાલ અને શેડ તૂટી પડતાં 3 યુવકો કાટમાળમાં ફસાયા, ફાયર બ્રિગેડે હેમખેમ બહાર કાઢ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0