Monsoon 2026 : આગામી 3 કલાક માટે રાજ્યના 10 જિલ્લામાં તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40-60 KMની ઝડપે પવન ફૂંકાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં 4 મોનસૂન સિસ્ટમ પૂર્ણ રીતે સક્રિય થઇ છે. હવામાન વિભાગ (IMD) દ્વારા બપોરે 1 વાગ્યા સુધી નાઉકાસ્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને
ને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં આગામી કલાકોમાં ગાજવીજ અને 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે મુસળધાર વરસાદ પડી શકે છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ
બીજી તરફ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરત, વડોદરા, નવસારી અને વલસાડ સહિતના 23 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હાલ સ્થિતિ સામાન્ય
જોકે, સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હાલ સ્થિતિ સામાન્ય દર્શાવવામાં આવી છે. તંત્રે લોકોને વીજળીના કડાકા વખતે વૃક્ષો કે ખુલ્લા મેદાનમાં ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું કડક પાલન કરવાની ખાસ અપીલ કરી છે.
આ પણ વાંચો : Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

