Mehsana: યુવકની નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે કહ્યું-"ભૂલથી ખોટું ઓપરેશન થયું"
મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવાને ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવાયું છે. યુવકે લગાવેલા આરોપ મુજબ તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેને લલચાવી ફોસલાવી અડાલજ તરફની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું. યુવક નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે ભૂલ સ્વીકારી છે.યુવક નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે ભૂલ સ્વીકારીમહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવકની નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે ભૂલ સ્વીકારી છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, નવી શેઢાવીમાં યુવકની નસબંધી કરાઇ હતી. ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી આ ખોટું ઓપરેશન થયું છે. NSV કેમ્પમાં 28 ઓપરેશન થયા છે. ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી ન લેવાઇ હતી. યુવક અપરિણિત હતો છતાં ઓપરેશ કર્યું છે. ભૂલ કરનારા કર્મચારીને સસ્પેન્ડ કરાશે.શું હતો સમગ્ર મામલો?અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં ઓપરેશનકાંડ સામે આવ્યું છે. નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાન ઓપરેશનકાંડનો ભોગ બન્યો છે. યુવકને લલચાવી નસબંધીનું ઓપરેશન કરી નાંખ્યુ હોવોનો યુવકનો દાવો છે. યુવકને અડાલજ નજીક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નસબંધી કરી દેવામાં આવી છે. યુવકના જણાવ્યા મુજબ, દારૂ પીવડાવી નસબંધી કરી નાખવામાં આવી છે. આ ઓપરેશન માટે 2200 રૂપિયામાંથી યુવકને 2000 આપ્યાને દલાલે 200 રૂપિયા લીધા છે. નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થઇ ગયું છે. લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલાં જ જીવન દાવ ઉપર લાગ્યુ છે.યુવકના એક મહિના બાદ લગ્ન!યુવકના એક મહિના બાદ લગ્ન છે અને હવે એક મહિના પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવતા તેનું લગ્નજીવન દાવ પર લાગ્યું છે. યુવકે દાવો કર્યો કે અમદાવાદ તરફની અડાલજ CHC હોસ્પિટલમાં તેને લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશ કરી દેવાયું હતું. યુવકે લગાવેલા આરોપોની જો ઉંડી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું આ ઓપરેશન કાંડ બહાર આવી શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકે કરેલા આરોપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ જાણ થઇ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવાને ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવાયું છે. યુવકે લગાવેલા આરોપ મુજબ તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેને લલચાવી ફોસલાવી અડાલજ તરફની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું. યુવક નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે ભૂલ સ્વીકારી છે.
યુવક નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે ભૂલ સ્વીકારી
મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવકની નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે ભૂલ સ્વીકારી છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, નવી શેઢાવીમાં યુવકની નસબંધી કરાઇ હતી. ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી આ ખોટું ઓપરેશન થયું છે. NSV કેમ્પમાં 28 ઓપરેશન થયા છે. ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી ન લેવાઇ હતી. યુવક અપરિણિત હતો છતાં ઓપરેશ કર્યું છે. ભૂલ કરનારા કર્મચારીને સસ્પેન્ડ કરાશે.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં ઓપરેશનકાંડ સામે આવ્યું છે. નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાન ઓપરેશનકાંડનો ભોગ બન્યો છે. યુવકને લલચાવી નસબંધીનું ઓપરેશન કરી નાંખ્યુ હોવોનો યુવકનો દાવો છે. યુવકને અડાલજ નજીક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નસબંધી કરી દેવામાં આવી છે. યુવકના જણાવ્યા મુજબ, દારૂ પીવડાવી નસબંધી કરી નાખવામાં આવી છે. આ ઓપરેશન માટે 2200 રૂપિયામાંથી યુવકને 2000 આપ્યાને દલાલે 200 રૂપિયા લીધા છે. નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થઇ ગયું છે. લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલાં જ જીવન દાવ ઉપર લાગ્યુ છે.
યુવકના એક મહિના બાદ લગ્ન!
યુવકના એક મહિના બાદ લગ્ન છે અને હવે એક મહિના પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવતા તેનું લગ્નજીવન દાવ પર લાગ્યું છે. યુવકે દાવો કર્યો કે અમદાવાદ તરફની અડાલજ CHC હોસ્પિટલમાં તેને લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશ કરી દેવાયું હતું. યુવકે લગાવેલા આરોપોની જો ઉંડી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું આ ઓપરેશન કાંડ બહાર આવી શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકે કરેલા આરોપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ જાણ થઇ શકે છે.