Mehsana: પિલાજીગંજથી ધારા વિદ્યાલયની સીટીબસ સેવા બંધ કરાતાં નાગરિકોમાં આક્રોશ

Apr 5, 2026 - 05:30
Mehsana: પિલાજીગંજથી ધારા વિદ્યાલયની સીટીબસ સેવા બંધ કરાતાં નાગરિકોમાં આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શહેરીજનો માટે સીટી બસ સેવા ચાલુ કરી છે. જેમાં અંદાજિત રપ જેટલી બસો પાંચોટ, લાખવડ, શંકુઝ વોટરપાર્ક અને ભાન્ડુ જેવા રૂટ પર દોડી રહી છે. પરંતુ, મહેસાણા શહેરના પિલાજી ગંજથી ટી.બી.રોડ સ્થિત ધારા વિદ્યાલયનો સીટી બસ રૂટ બંધ કરેલ હોવાથી શહેરીજનો અને વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. આ સીટી બસ સેવા શરૂ કરવા આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.મહેસાણા મહાનગરપાલિકાના તમામ વિસ્તારમાં સીટી બસની સેવા શરૂ કરેલ છે. પિલાજીગંજથી ટી.બી. રોડની ધારા વિદ્યાલય સીટી બસ નં.13 સેવા ચાલુ હતી. પરંતુ, એક મહિનાથી અગમ્ય કારણોસર સેવા બંધ કરાતાં આ વિસ્તારના શહેરજનોની માંગણી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સીટી બસ સેવા ચાલુ કરવામાં આવે જેથી શહેરના નાગરિકોને સીટી બસ સેવાનો લાભ મળી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0