Mehsana : દિવાળીથી આગામી 15 દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શને આવે તેવી શક્યતા

Nov 9, 2026 - 07:30
Mehsana : દિવાળીથી આગામી 15 દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શને આવે તેવી શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના પર્વ અને વેકેશનને પગલે યાત્રાધામ શંખલપુર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટવાની શક્યતા છે. દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બહુચર માતાજીનાં દર્શનાર્થે આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરને આકર્ષક રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું છે. દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ કરાઈ છે. દિવાળીના પર્વથી આગામી 15 દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શને આવે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભક્તો માટે મંદિરના અન્નક્ષેત્રમાં વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના વેકેશનમાં ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળવાની શક્યતા છે. શંખલપુર અને બહુચરાજી ખાતે માતાજીનાં દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર, માતંગી માતાજી મંદિર તેમજ ઐતિહાસિક નગરી પાટણની મુલાકાત લેતા હોય છે. પરિણામે ચુંવાળ અને વઢિયાર પંથકમાં ધાર્મિક આસ્થા સાથે પ્રવાસનનો માહોલ પણ જામશે. તહેવારો દરમિયાન યાત્રાધામ વિસ્તારમાં ભક્તોની ચહલપહલ વધવાની સાથે સ્થાનિક વેપાર-ધંધાને પણ લાભ થવાની આશાછે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0