Mehsana : ડીમાં બે ભાઈઓના ઉગ્ર ઝગડામાં બની ગોઝારી ઘટના, ભાઇએ છરીના ઘા ઝીંકી ભાઈની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી

Sep 30, 2025 - 13:30
Mehsana : ડીમાં બે ભાઈઓના ઉગ્ર ઝગડામાં બની ગોઝારી ઘટના, ભાઇએ છરીના ઘા ઝીંકી ભાઈની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના કડીમાં ભાઈએ ભાઈની હત્યા કરી. ભાઈએ સામાન્ય બબાલમાં ભાઈને છરીના ઘા ઝીંકયા. છરીનો હુમલો એટલો ઘાતક હતો એક ભાઈનું મોત નિપજયું. નવરાત્રિ તહેવાર ટાણે બે ભાઈઓ વચ્ચે નિવેધના પૈસા ઉઘરાવવા બાબતે બબાલ થઈ. અને આ ઝગડો વધુ ઘાતક બન્યો જ્યારે ભાઈએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ ઘટનામાં એક શખ્સનું મોત નિપજયું. જ્યારે અન્ય બે લોકો ગંભીરપણે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. નંદાસણ પોલીસે સમગ્ર મામલે આરોપી સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી..

ઘુમાસણ ગામમાં બે ભાઈઓ વચ્ચે બબાલ

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કડી તાલુકાના ઘુમાસણ ગામે આ હત્યાનો બનાવ બન્યો છે. ઘુમાસણ ગામમાં નવરાત્રિ તહેવારની ઉજવણી થઈ રહી છે. લોકો માતાજીને પ્રસાદનો ભોગ ચઢાવે છે. દરમિયાન નિવેધ કરવામાં આવે છે તેમાં ગામના લોકો પૈસા આપતા હોય છે. ત્યારે નવરાત્રિમાં કરાતા નિવેધના પૈસા ઉઘરાવવા બાબતે આ ગામમાં રહેતા 55 વર્ષીય સુરેશ ભાઈ દંતાણીનો તેમના ભાઈ સાથે વચ્ચે ભારે ઝગડો થયો.  ભાઈઓ વચ્ચેની શાબ્દિક બોલાચાલીએ ઝગડાનું ઉગ્ર સ્વરૂપ લીધું.

ભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

ઘુમાસણ ગામના  સુરેશભાઈ દંતાણી પર તેમના ભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. આ હુમલામાં સુરેશભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. અને ઇજાને પગલે 55 વર્ષીય સુરેશભાઈનું મોત નિપજયું. બે ભાઈઓ વચ્ચેના ઝગડામાં સુરેશભાઈના પુત્ર શૈલેષ અને સુનીલ પણ તેમને બચાવવા વચ્ચે પડયા હતા. સુરેસભાઈના બંને પુત્રો પણ ગંભીરપણે ઘાયલ થયા. ઘુમાસણ ગામમાં નિવેધ બાબતે એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજા પહોંચી. આ મામલાની જાણ થતા જ  નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘુમાસણ પહોંચ્યો હતો. પોલીસે સુરેશભાઈના મૃતદેહને નંદાસણ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0