Mehsana: ગોપીનાળામાં પાણીમાં 13 લોકો ફસાયા, રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા

મહેસાણામાં ગોપીનાળામાં પાણી ભરાયાપાણીમાં ફસાયેલા 13 લોકોના રેસ્ક્યૂ કરાયા ટ્રેક્ટર પર સવાર લોકો પાણીમાં ફસાયા હતા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીમાં ફસાયેલા 13 લોકોના રેસ્ક્યૂ કરાયા ત્યારે મહેસાણામાં ગોળીનાળામાં વરસાદી પાણી ભરાયા છે અને જેના પગલે પાણીમાં 13 લોકો ફસાઈ ગયા છે. ટ્રેક્ટરમાં સવાર થઈને 13 લોકો ગોળીનાળામાંથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયુ હતુ અને તમામ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કરોડના ખર્ચે બનેલો અંડર પાસ સામાન્ય વરસાદમાં જ બંધ કરવો પડ્યો ત્યારે બીજી તરફ મહેસાણામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયો છે અને અંડરપાસ બંધ કરવામાં આવતા હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો અંડરપાસ સામાન્ય વરસાદમાં જ બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મહેસાણામાં ટ્રાફિકજામ ના સર્જાય તેના માટે અંડર પાસ બનાવવામાં આવ્યો હતો પણ અહીં તો સ્થિતિ જ વિપરિત જોવા મળી રહી છે. મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો તમને જણાવી દઈએ કે મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે, ત્યારે શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, બીજી તરફ શહેરીજનોમાં ખુશીનો માહોલ છે કારણ કે અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ જોઈએ તે મુજબ પડયો નથી જેના કારણે ડેમો ખાલીખમ સ્થિતિમાં હતા. ત્યારે હવે મેઘરાજાએ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ શરૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મહેસાણાના વિજાપુરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્કુલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, વિજાપુરમાં પણ મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. મોઢેરા રોડ પર પણ પાણી ભરાયા છે અને તેના કારણે વાહનો પાણીમાં ફસાઈ ગયા છે.

Mehsana: ગોપીનાળામાં પાણીમાં 13 લોકો ફસાયા, રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણામાં ગોપીનાળામાં પાણી ભરાયા
  • પાણીમાં ફસાયેલા 13 લોકોના રેસ્ક્યૂ કરાયા
  • ટ્રેક્ટર પર સવાર લોકો પાણીમાં ફસાયા હતા

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણીમાં ફસાયેલા 13 લોકોના રેસ્ક્યૂ કરાયા

ત્યારે મહેસાણામાં ગોળીનાળામાં વરસાદી પાણી ભરાયા છે અને જેના પગલે પાણીમાં 13 લોકો ફસાઈ ગયા છે. ટ્રેક્ટરમાં સવાર થઈને 13 લોકો ગોળીનાળામાંથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયુ હતુ અને તમામ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

કરોડના ખર્ચે બનેલો અંડર પાસ સામાન્ય વરસાદમાં જ બંધ કરવો પડ્યો

ત્યારે બીજી તરફ મહેસાણામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયો છે અને અંડરપાસ બંધ કરવામાં આવતા હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો અંડરપાસ સામાન્ય વરસાદમાં જ બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મહેસાણામાં ટ્રાફિકજામ ના સર્જાય તેના માટે અંડર પાસ બનાવવામાં આવ્યો હતો પણ અહીં તો સ્થિતિ જ વિપરિત જોવા મળી રહી છે.

મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો

તમને જણાવી દઈએ કે મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે, ત્યારે શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, બીજી તરફ શહેરીજનોમાં ખુશીનો માહોલ છે કારણ કે અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ જોઈએ તે મુજબ પડયો નથી જેના કારણે ડેમો ખાલીખમ સ્થિતિમાં હતા. ત્યારે હવે મેઘરાજાએ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ શરૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

મહેસાણાના વિજાપુરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્કુલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, વિજાપુરમાં પણ મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. મોઢેરા રોડ પર પણ પાણી ભરાયા છે અને તેના કારણે વાહનો પાણીમાં ફસાઈ ગયા છે.