Mehsana: કડા-વિસનગર વચ્ચે રોડ ઉપર ટ્રેક્ટરને ટ્રેઈલરે ટક્કર મારતાં એકનું કમકમાટીભર્યું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિસનગર : વિસનગર કડા રોડ ઉપર ફોવેરા કંપની નજીક ટ્રેક્ટરને ટ્રેઈલર વચ્ચે અકસ્માત થતાં ટ્રેક્ટર ટોલી સાથે પલટી ખાઈ જતાં ટ્રેક્ટરમાં ચાલક પાસે બેઠેલા યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ વિસનગર તાલુકા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકની લાશનું વિસનગર સરકારી દવાખાને પી.એમ સારૂ મોકલી આપી તપાસ હાથધરી છે. કરલી ગામના પટેલ બકુલકુમાર કાન્તિલાલ તેમના ગામના ટ્રેક્ટર લઈ ગાંધીનગર થી પરત આવી રહ્યા હતા.તે દરમિયાન કડા-વિસનગર રોડ ઉપર આવેલી ફોવેરા કંપની નજીક ટ્રેઈલરવાળાએ ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.જેમાં ચાલક નું બચાવ થયો હતો.જ્યારે તેમની બાજુમાં બેઠેલા પટેલ બકુલકુમારનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ બાબતે વિસનગર તાલુકા પોલીસે પટેલ કનુભાઈ કરશનભાઈ રહે.કરલીની ફરિયાદ લઈ ટ્રેઈલર ચાલક સામે ગુનો નોધ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

