Mehsana News : વડનગર પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, જુગાર કેસની તપાસમાં રૂપિયા માંગ્યા હોવાની ઉઠી છે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જુગાર કેસની તપાસમાં PSI પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, રેન્જ આઇજીને મળેલ ફરિયાદ બાદ PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સમગ્ર કેસની તપાસ LCB પીએસઆઇને સોંપવામાં આવી છે, આ કેસમાં વધુ 5 પોલીસકર્મીઓના નામ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.
વડનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સસ્પેન્ડ
મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનના PSI એસ એમ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જુગારના કેસની તપસામાં રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી અને રેન્જ આઈજી સુધી આ વાત પહોંચી હતી અને તે કેસમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે, જુગારનો કેસ કરીને રૂપિયા માંગવામાં આવ્યા હતા અને તેમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ સમગ્ર કેસમાં અન્ય પાંચ પોલીસકર્મીઓના નામ પણ સામે આવ્યા છે.
રેન્જ આઈજીને ફરિયાદ મળ્યા બાદ પીએસઆઈ સસ્પેન્ડ
રેન્જ આઈજી દ્વારા સમગ્ર કેસમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, મહેસાણા એસપી દ્વારા તપાસ એલસીબી પીએસઆઈને સોંપવામાં આવી છે, બોલો પીએસઆઈ જ પીએસઆઈની તપાસ કરશે આ કેવી વાત કહેવાય, પીઆઈ અથવા ડીવાયએસપીને તપાસ સોંપાઈ હોત તો સારૂ કહેવાય, તો આ પીએસઆઈ સામે જરૂર પડશે તો ગુનો નોંધવામાં આવશે તેવી વાત પણ સૂત્રો તરફથી સામે આવી છે, ત્યારે પીએસઆઈને હવે પરસેવો છૂટી ગયો છે, જયારે રૂપિયાની માંગણી કરી ત્યારે નથી ખબર કે શું થશે આ કેસમાં.
What's Your Reaction?






