Mehsana News : કારચાલકને ચાલુ કારે આવ્યો હાર્ટ એટેક, કાર દુકાનમાં ઘુસી જતા મચી દોડધામ

Jul 5, 2025 - 12:30
Mehsana News : કારચાલકને ચાલુ કારે આવ્યો હાર્ટ એટેક, કાર દુકાનમાં ઘુસી જતા મચી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણામાં કારચાલકને ચાલુ કારે હાર્ટ એટેક આવાની ઘટના બની છે જેમાં કાર ચાલક કાર લઈને જતો હતો તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવે છે અને કાર દુકાનમાં ઘુસી જાય છે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, તો કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

મહેસાણામાં કાર ચાલક કાર લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક તેને હાર્ટ એટેક આવે છે અને કાર દુકાનમાં ઘુસી જાય છે, વહેલી સવારે કાર ચલાવતા ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક અને કાર ચાલક પાલાવાસણાથી નદાસા કાર લઈને જતા હતા અને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને કાર દુકાનમાં ઘુસી ગઈ છે, ત્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો છે.

હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ

હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ.

શું છે હાર્ટ એટેક

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

હાર્ટ એટેકનાં લક્ષણો

ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0