Mehsana News : ઊંઝામાં વેપારીઓ દ્વારા ઇસબગુલની ખરીદી બંધ કરાઈ, 5 ટકા GST દૂર કરવા વેપારીઓની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વર્ષ 2017 પહેલા ઇસબગુલ પર વેટ ન હતો અને ટેક્સ રદ કરવાની માગ સાથે ખરીદી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, માલ ખરીદનાર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ઇસબગુલ ગ્રુપના વેપારીઓ દ્વારા આજથી ઇસબગુલની ખરીદી બંધ કરી દેવામાં આવી છે, ઉતર ગુજરાત સહિત ભારત ભરના વેપારીઓ દ્વારા ખરીદી બંધ કરાઇ છે. ઇસબગુલ સીડ પર 5 ટકા લાગતો GST દૂર કરવા માગ કરાઈ છે.
વર્ષ 2017 પહેલા ઇસબગુલ સીડ પર VAT ન હતો
GST લાગ્યા બાદ HSN CODE 1112માં ચોખવણ ના હોવાને કારણે ભરવો પડે છે ટેક્સ અને HSN CODEમાં ફ્રેશ અને ડ્રાયની કોઈ ચોખપટ પણ કરાઈ ન હોવાનો વેપારીઓનો આક્ષેપ છે, જે ટેક્સ રદ કરવાની માંગ સાથે વેપારીઓ ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે, આ લડત ફકત ગુજરાત પૂરતી નહી પરંતુ ભારતભરના વેપારીઓ આ મુહિમમાં જોડાયા છે, ઊંઝામાર્કેટ યાર્ડમાં કેટલાક ખેડૂતો ઇસબગુલ લઈને પહોંચ્યા છે, માલ કોઈ ખરીદનાર ના હોઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
તાજા અને સૂકા ઈસબગુલ બીજને જીએસટી હેઠળ કૃષિ પેદાશ
વેપારીઓનું કહેવું છે કે, તાજા અને સૂકા ઈસબગુલના બીજને જીએસટી હેઠળની કૃષિ પેદાશ ગણાવવામાં આવી છે અને કરપાત્ર માલ તરીકે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, વેપારીઓનું કહેવું છે કે, સરકાર પ્રોપર અને સમજાય તેવું નોટિફિકેશન ઈસબગુલની ખરીદી અને વેચાણને લઈ બહાર પાડે તે જરૂરી છે જો એ નહી કરવામાં આવે ત્યાં સુધી વેપાર કરવો મુશ્કેલ છે, ખેડૂતોને ખરીદદારોના અભાવે તેમનો માલ વેચવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. ઈસબગુલના આ વેચાણની અસર ગુજરાત જ નહી ભારતભરમાં જોવા મળશે.
What's Your Reaction?






