Mehsana News: RTO દ્વારા ગેરકાયદે વેચાણના 22 વાહનો ડીટેઈન કર્યા, વ્હીકલ ટેક્સ ડિફોલ્ટર સામે મોટી કાર્યવાહી

Oct 19, 2026 - 16:00
Mehsana News: RTO દ્વારા ગેરકાયદે વેચાણના 22 વાહનો ડીટેઈન કર્યા, વ્હીકલ ટેક્સ ડિફોલ્ટર સામે મોટી કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા આરટીઓ કચેરી દ્વારા અનધિકૃત ટુવ્હીલરના વેચાણ સામે લાલ આંખ કરીને વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે.શહેરમાં અને જિલ્લામાં ગેરકાયદે રીતે વાહનોનું વેચાણ ચાલતું હોવાની બાબત સામે આવ્યા બાદ આરટીઓ દ્વારા આકરી તવાઈ બોલાવવામાં આવી છે.આ સમગ્ર મામલે આરટીઓની ત્રણ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.તપાસ દરમિયાન નિયમ વિરુદ્ધ ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહેલા 22 વાહનોને સ્થળ પર ડિટેઈન કરી લેવાયા છે.તપાસ દરમિયાન એવી બાબત સામે આવી હતી કે એમબીઓ પાસે આ વાહનોના વેચાણ અંગે કોઈ પણ પ્રકારની કાયદેસર પરવાનગી ન હતી.કાયદેસર પરવાનગી વગર જ વાહનોનું વેચાણ થતું હોવાનું ખુલતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વાહનો જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

કોમર્શિયલ વાહનોમાં ટેક્સ ડિફોલ્ટ થવાના સૌથી વધુ કિસ્સા

ગેરકાયદે વેચાણ સામેની કાર્યવાહીની સાથોસાથ મહેસાણા આરટીઓ દ્વારા બાકી ટેક્સ ન ભરનારા ડિફોલ્ટરો સામે પણ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આરટીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી દરમિયાન કુલ 1057 વાહનો ટેક્સ ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.આ ડિફોલ્ટર વાહનો પાસેથી બાકી રહેલો સરકારી ટેક્સ વસૂલ કરવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.જેના પરિણામે છેલ્લા 3 મહિનાના સમયગાળા દરમિયાન 887 વાહનો પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે.આ દરમિયાન આરટીઓ તંત્ર દ્વારા બાકી ટેક્સ પેટે કુલ 1.43 કરોડની જંગી રિકવરી કરવામાં સફળતા મળી છે.આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આંકડાકીય સમીક્ષામાં ખાસ કરીને કોમર્શિયલ વાહનોમાં ટેક્સ ડિફોલ્ટ થવાના સૌથી વધુ કિસ્સા જોવા મળ્યા છે.

આરટીઓ દ્વારા બંને મોરચે એકસાથે કડક કાર્યવાહી

કોમર્શિયલ વાહનોના માલિકો દ્વારા લાંબા સમયથી ટેક્સ ન ભરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ટેક્સ વસૂલાત માટે આરટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ ડ્રાઈવ હજુ પણ પૂર્ણ થઈ નથી પરંતુ સતત ચાલુ રાખવામાં આવી છે.બાકી રહેલા તમામ ડિફોલ્ટર વાહનચાલકો પાસેથી ટેક્સ વસૂલવા માટે તંત્ર સક્રિય છે.જે વાહનમાલિકો દ્વારા નિયત સમયમાં ટેક્સ ભરવામાં નહીં આવે તેવા તમામ વાહનોને આગામી સમયમાં સીધા ડિટેઈન કરવામાં આવશે તેવી કડક તાકીદ કરવામાં આવી છે.આરટીઓ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટેક્સ ભરવામાં બેદરકારી દાખવનારા વાહનોને રસ્તા પર દોડવા દેવામાં આવશે નહીં.બાકી ટેક્સની સંપૂર્ણ ભરપાઈ ન થાય ત્યાં સુધી આ વાહનોને છોડવામાં આવશે નહીં.અનધિકૃત વાહન વેચાણ રોકવા અને સરકારી ટેક્સની સો ટકા વસૂલાત સુનિશ્ચિત કરવા માટે મહેસાણા આરટીઓ દ્વારા બંને મોરચે એકસાથે કડક કાર્યવાહી જારી રાખવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0