Mehsana News: કડી પાસે સ્કોર્પિયો કારમાં હથિયારો સાથે આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું

Mar 18, 2026 - 11:00
Mehsana News: કડી પાસે સ્કોર્પિયો કારમાં હથિયારો સાથે આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અપહરણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં ફિલ્મી ઢબે એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અજાણ્યા લોકોએ યુવકને જબરદસ્તી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ યુવકને આગોલ ગામ નજીક ખેતરમાં ગોંધી રાખ્યો હતો. તેની પાસેથી 3500 રૂપિયા પડાવી લેવાયા હતાં. ત્યાર બાદ તેને છોડી દેવાયો હતો. કડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અજાણ્યા લોકોએ કારમાં કર્યુ યુવકનું અપહરણ

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના કડીમાં 19 વર્ષના યુવકનું કેટલાક અજાણ્યા શખ્સોએ સ્કોર્પિયો કારમાં ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. નંબર પ્લેટ વિનાની બે કાળા કલરની સ્કોર્પિયો કારમાં અપહરણ કરનારા શખ્સો આવ્યા હતાં. લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે આવેલા ત્રણ શખ્સોએ સાહિલ નાગોરી નામના યુવકનું અપહરણ કર્યું હતું. પોલીસના ડરથી અપહરણ કરવામાં આવેલા યુવક પાસેથી 3500 રૂપિયા પડાવીને છોડી દેવામાં આવ્યો હતો.

યુવકને અગોલ ગામ નજીક ખેતરમાં ગોંધી રાખ્યો

નંદાસણ રોડ પર જે કે પાર્લર પાસે થયેલી બબાલ બાબતે પુછપરછ કરવા માટે યુવકને ઉઠાવી લેવાયો હતો. યુવકના મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢી નાંખી આગોલ ગામ નજીક ખેતરમાં લઈ જઈને ગોંધી રાખ્યો હતો. અપહરણ દરમિયાન યુવકના ખિસ્સામાંથી 3500 રૂપિયા પડાવી લેવાયા હોવાની વિગતો પણ સામે આવી છે. કડી પોલીસે બે સ્કોર્પિયો કાર ચાલક અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0