Mehsana: મુક્તા સિનેમામાં શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા, ગર્ભવતી મહિલાના આરોગ્ય સામે ખતરો ઊભો થતાં ભારે વિવાદ સર્જાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ જાણીતા મુક્તા સિનેમામાં પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા નાગરિકો માટે એક ભયાનક અનુભવ સામે આવ્યો છે. સિનેમાઘરમાં ઓર્ડર કરવામાં આવેલા ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક પરિવારે થિયેટરના કેન્ટીનમાંથી ૪ શેક ઓર્ડર કર્યા હતા.
સિનેમામાં નાગરિકો માટે એક ભયાનક અનુભવ
શેક પીતી વખતે તેમાંથી પ્લાસ્ટિકના નાના-મોટા ટુકડાઓ નીકળતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ બનાવની સૌથી ગંભીર બાબત એ છે કે પ્લાસ્ટિકના ટુકડાવાળો શેક એક ગર્ભવતી મહિલા પી રહી હતી. જો આ ટુકડા પેટમાં ગયા હોત તો મહિલા અને ગર્ભસ્થ શિશુના આરોગ્ય સામે અતિ ગંભીર જોખમ ઊભું થઈ શકત.આ બનાવ અંગે ગ્રાહકોએ તાત્કાલિક થિયેટરના મેનેજમેન્ટને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં મુક્તા સિનેમાના મેનેજરે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે, માત્ર ભૂલ સ્વીકારવાથી સંતોષ ન માનતાં પીડિત પરિવારે આરોગ્ય સાથે ચેડાં કરનારા બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
થિયેટર મેનેજરે ભૂલ સ્વીકારી
મલ્ટિપ્લેક્સમાં અતિશય ઊંચા ભાવે વેચાતા ખાદ્યપદાર્થોમાં આવી અસ્વચ્છતા અને બેદરકારી સાંખી લેવાય નહીં.મહેસાણા નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થિયેટરની કેન્ટીનમાં અચાનક દરોડા પાડી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.આવી ગંભીર બેદરકારી બદલ થિયેટર સંચાલકો અને કૅન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાનૂની પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: વરતેજમાં ડુપ્લીકેટ દારૂના કૌભાંડ મામલે 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

